અતુલમાં લગ્નમાં જતા રોહિણા ના પરિવારની એક્ટિવા મોપેડને પારડી ફાઉન્ટન હોટલ સામે હાઇવે પર અજાણ્યા વાહને પાછળ થી ટક્કર મારતા મોપેડ સવાર મહિલાનું મોત નિપજવા પામ્યું છે જ્યારે તેના પતિ અને બે બાળકો નો નાની-મોટી ઇજા સાથે બચાવ થવા પામ્યો છે ૨ માસુમ બાળકો ની માતા નું અકસ્માતે મોત નિપજતા પંથકમાં અરેરાટી ફેલાઇ જવા પામી છે
પારડી તાલુકાના રોહિણા લાખણ ફળીયા ખાતે રહેતા વનીષ ધીરુભાઈ ધો. પટેલ તારીખ 19 ના રોજ અતુલ હરિયા ખાતે તેની ફોઈ સાસુની દીકરીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે તેની પત્ની નેહાલી પટેલ ઉવ 28 અને તેમનો 9 વર્ષીય દીકરો ક્રિપલ તેમજ 4 વર્ષીય દીકરી મેસ્વી સાથે પોતાની એકટીવા નંબર જી.જે. 15. બી.એચ. 8415 લઈ નીકળ્યા હતા આ દરમિયાન પારડી ફાઉન્ટન હોટલ ની સામે નેશનલ હાઈવે પસાર કરતી વખતે એક અજાણ્યા વાહને પુરપાટ ઝડપે આવી એમની એક્ટીવા ને પાછળથી ટક્કર મારી દીધી હતી
જેમાં બાઇક સવાર પતિ પત્ની અને બાળકો માર્ગ પર પટકાયા હતા.આ અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક ઘટના સ્થળે થી વાહન લઈ તુરંત જ ભાગી છૂટ્યો હતો.બીજી તરફ માર્ગ પર ઘવાયેલા પરિવારને જોઈ રાહદારીઓ પરિવારને સારવાર માટે પારડી મોહન દયાળ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં સારવાર દરનીયન નેહાલી બેનનું મોત નિપજ્યું છે. જ્યારે તેમના પતિ અને બે બાળકોનો બચાવ થયો છે.
બે માસૂમ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી
લગ્ન પ્રસંગમાં જવા માટે આખો પરિવાર ખુશી ખુશી થી તૈયાર થઈ જવા માટે નીકળ્યો હતો પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું તેમની મોપેડને પારડી હાઇવે પર અજાણ્યા વાહને ટક્કર મારતા મોપેડ સવાર પરિવારના સભ્યો પૈકી માતા નેહાલી બેનનું કરૂણ મોત નિપજવા પામ્યું છે.જેને લઇ તેના બે માસૂમ નવ વર્ષીય દીકરો અને ચાર વર્ષીય દીકરીએ માતાની છત્ર છાયા ગુમાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.