ધરપકડ:ઓરવાડમાં ગ્રાહકના સ્વાગમાં આવી ચોરી કરતી મા- દીકરી ઝબ્બે

પારડી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા સંચાલકની સતર્કતાથી ઝડપાઇ

ઓરવાડમાં દુકાનમાં ચોરી કરવા આવેલી મા- દીકરી ઝડપાઇ છે. ઉદવાડા ઝંડા ચોક સ્થિત મુંબઈ ફેશન ન્યુ કલેક્શન નામની કપડાંની દુકાન આરતીબેન અનિલભાઈ ગુપ્તા ચલાવે છે. મંગળવારે બપોરે બે મહિલા દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવી હતી અને ડ્રેસ-સાડી બતાવવાનું કહેતા આરતીબેન બંને મહિલાને ડ્રેસ-સાડીઓ બતાવી રહ્યા હતા તેજ સમયે અન્ય એક ગ્રાહકે પોતાને જલ્દી હોય ખરીદેલા ફ્રોક પેકિંગ કરી આપવા કહેતા આરતી બેન ફ્રોક પેકિંગ માટે ગયા ત્યારે તકનો લાભ લઇ બન્ને મહિલાએ ચાર સાડી ભરેલી બેગ તફડાવી પોતે સાથે લાવેલ થેલામાં મૂકી દીધી હતી

પરંતુ આરતીબેનને આ બન્ને મહિલા પર શંકા જતા તાત્કાલિક ચેક કરતા તેમને બતાવવા ટે કાઢેલી ચાર સાડીનું એક બેગ ગાયબ હતી જેથી તેમણે આજુબાજુના લોકોને બોલાવી ગ્રાહકના સ્વાગમાં આવેલી મહિલાની બેગ તપાસતા બેગમાંથી ચાર સાડી મળી આવી હતી. દુકાન સંચાલક આરતીબેને બંને ચોર મહિલાને પારડી પોલીસને હવાલે કરી હતી. ચોરી કરતા ઝડપાયેલી મહિલાઓ કમલાદેવી રામ દયાલ ચૌહાણ અને જ્યોતિબેન રામ દયાલ ચૌહાણ બંને રહે નવસારી શિવશક્તી સોસાયટી ગણદેવીની છે.જે બન્ને માતા પુત્રી હોવાનું બહાર આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...