ફરિયાદ:રેટલાવમાં માળીની દુકાનમાં ગયેલો પરણિત યુવાન ગૂમ

પારડી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શેઠને 10 મિનિટમાં આવું કહી નીકળ્યો હતો

પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ સ્ટેટ બેંકની પાછળ રહેતા અને ત્રણ સંતાનોનો પિતા એવા અવધેશ પરમા કુશવા ઉવ 29 તે રેટલાવગામે બાલાજી કોમ્પલેક્ષમાં મહાદેવ ફ્લાવર્સ ની દુકાનમાં માળી તરીકે નોકરી કરતો હોવાથી તે 25 સપ્ટેમ્બરના રોજ સવારે તેના ઘરેથી નોકરી ઉપર જવા નીકળ્યો હતો અને જ્યાં માળીનું કામ દરમિયાન અવધેશ તેના શેઠ દેવાંગ પાસે મને રવીભાઈની દુકાને કામ છે 10 મિનિટમાં આવું છું કહી રજા લઈ દુકાનેથી નીકળ્યો હતો જે બાદ તે મોડી સાંજ સુધી પરત ન ફરતાં દેવાંગભાઈ એ તેની પત્ની સીમાબેન ને ફોન કરી અવધેશ વિશે પૂછ્યું હતું કે આ અવધેશ ઘરે પણ પહોંચ્યો ન હોય અને જેથી તેની પત્ની ચિંતીત બની હતી અને અવધેશની સગા-સંબંધી અને તેના મિત્ર વર્તુળ અને ત્યાં પણ શોધ ખોળ બાદ પણ ન મળતા પતિ ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...