ફરિયાદ:દરજી પાસે જવા નીકળેલી ડુમલાવની પરણીતા ગુમ

પારડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પત્તો ન લાગતા પતિએ નોંધાવી ફરિયાદ

ડુમલાવગામે ભીનાર ફળીયા ખાતે રહેતા ગણેશભાઈ રમણ ભાઈ નાયકા પટેલની પત્ની સાધનાબેન ગણેશભાઈ નાયકા પટેલ ઉવ 35 જે વાપી ડુંગરી ફળીયા ખાતે કંપનીમાં નોકરી કરતી હતી. ગત તા 15 ના રોજ દશેરા પર્વ નિમિત્તે ડુમલાવગામે મહાપ્રસાદનું આયોજન થયું હતું જે દિવસે ગણેશભાઈ અને તેમના બે બાળકો મહાપ્રસાદના કાર્યક્રમાં ગયા હતા

ત્યારે સાંજે સાધનાબેન થેલીમાં કપડાં લઈ રોહીણા ગામે દરજીને ત્યાં કપડાં ફિટિંગ કરાવવા જાવ છું કહી ઘરે થી નીકળી હતી જે બાદ તે મોડી રાત સુધી પરત ન ફરતા પતિએ મોબાઈલ પર ફોન કરતા સ્વીચ ઓફ આવ્યો હતો જેથી આજુબાજુ વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી.તેમ છતાં સાધના બેનનો કોઈ ઠેકાણે પત્તો ન લાગતા ગણેશભાઈએ પારડી પોલીસ મથકે આવી સમગ્ર બાબત ની જાણ કરી તેમની પત્ની ગૂમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...