ચુકાદો:તિઘરા મરણ પ્રસંગમાં આવેલા જમાઈની હત્યા કરનારને આજીવન કેદની સજા

પારડી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેદ સાથે 5000નો દંડ, દંડ ન ભરે તો વધુ છ માસની સજા

પારડી તાલુકાના રોહિણા ગામે રહેતા પ્રકાશભાઈ ખલાપભાઈ પટેલ તેના સાસરે તિઘરા ગામે મરણ પ્રસંગે હાજરી આપવા માટે આવ્યા હતા ત્યારે 29-03-2017નીમોડી સાંજે તિઘરા ગામમાં રહેતા હિતેશ જીવણભાઈ પટેલે અચાનક પ્રકાશભાઈ પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો.જેમને બચાવવા તેમનો સાળો મનીષ હળપતિ દોડી જતા તેના પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો.

જોકે આ સમગ્ર ઘટનામાં પ્રકાશ ભાઈનું મોત નીપજ્યું હતું જે અંગે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી જે મામલા નો કેસ વાપી એડિશનલ સેસન્સન કોર્ટમાં ચાલી રહ્યો હતો જેમાં સરકારી વકીલ અનિલ ત્રિપાઠીએ ધારદાર દલીલો કરતા આ હત્યાના મામલામાં આરોપી હિતેશ જીવણભાઈ પટેલને કસૂરવાર ઠરાવી આજીવન કેદની સજાનો જજ કે.જે મોદીએ હુકમ કર્યો છે.આરોપી આજીવન કેદની સજા સાથે 5000 રૂપિયા ની રકમનો દંડ પણ કરવામાં આવ્યો છે જો એ ભરવામાં કસૂર કરીએ તો વધુ 6 માસની સખત કેદની સજાનો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...