તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનવતા:મા-બાપ વિનાની દીકરીના લગ્ન કરાવી પારડી ડુમલાવના જલારામ મંડળે માનવતા મહેકાવી

પારડી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જય જલારામ અન્નપૂર્ણા સેવા મંડળેના સહયોગથી પરિયામાં પ્રેરણાદાયક લગ્ન સંપન

પારડી તાલુકાના પરિયા ગામે હરી નગરમાં રહેતી એક યુવતીએ નાનપણથી પોતાના માતાપિતા ગુમાવ્યા છે. એનો ભાઈ વહાણમાં કામ કરવા માટે ગયેલો છે આ યુવતીની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે. આવા સંજોગોમાં જીવતી આ યુવતી સોનલબેનના લગ્ન નક્કી થયા પરંતુ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે આ લગ્નનો ખર્ચ તે ઉપાડી શકે એમ ન હતી. જેથી ફળિયાના યુવકોએ ભેગા મળી સોનલ બેનના લગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું. આ વાતની જાણ ડુમલાવ ગામે જય જલારામ અન્નપૂર્ણા સેવા મંડળ ચલાવતા જીતુભાઈ પટેલને થતા તેમણે આગળ આવી સ્થાનિકો અને મિત્રોને સાથે રાખીને આ ભગીરથ કાર્યમાં વાપીના એક શાકભાજીના વેપારીએ આપેલા રસોડાના સામાન તેમજ પરિવારના એક ભાઈએ આપેલા વાસણનો સેટ ઉપરાંત ઘણા મિત્રોએ ભોજન સમારંભ કન્યાદાન તેમજ અન્ય કામ માટે આર્થિક સહાયની મદદરૂપથી સોનલના લગ્ન સામાજીક અંતર રાખી ધામધૂમથી કર્યા હતા. જય જલારામ અન્નપૂર્ણા સેવા મંડળની આ મદદથી સોનલબેન ખૂબ જ ગદગદ બન્યા હતા.આ કીસ્સો અન્ય સમાજ માટે પ્રેરણાદાયક છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો