તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ટુકવાડાથી કાર ચોરીનો ઇસમ NDPSમાં રાજસ્થાનથી ઝડપાયો

પારડી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પારડી પોલીસે ટ્રાન્ફર વોરન્ટથી લઇ આવી ધરપકડ કરી

ટુકવાડા દેસાઇવાડ ભાડાના મકાનમાં રહી કારપેઈન્ટરનું કામ કરતો રૂકમણા રાવતારા સુથાર સાથે રાજેસ્થાન ઝાલોરનો મિત્ર સદારામ વિસ્નોઈ પાટનારમાં કામ કરતો હતો અને રૂકમણાના મકાનમાં સાથે જ રહેતો હતો ત્યારે ગત વર્ષ 2019ના ઑક્ટોમ્બર માસમાં રુકમણાની TUV 300 કાર નં જી જે15સીએફ 5933 ને તેના ઘર આંગણામાં માથી રૂકમણાનો મિત્ર સદારામ ડુપ્લિકેટ ચાવી વડે TUV300 કારને ચાલુ કરી ચોરી કારી ગયો હતો. રૂકમણાએ તેની રૂ 5.00.000/- ની કાર ચોરીની પારડી પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી. જે ફરિયાદ આધારે પારડી પોલીસ રાજેસ્થાન સુધી આરોપીની શોધખોળ કરી આવી હતી પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો આ દરમિયાન કાર ચોરી કરી ગયેલો સદારામને નવેમ્બરની 12 તારીખે અફીણ હેરાફેરી કરતાં રાજેસ્થાન ચિતલવાના પોલીસે ઝડપી પાડ્યો હતો.આરોપી હાલ NDPSના ગુના હેઠળ સબ જેલમાં હતો જ્યાંથી પારડી પોલીસ કાર ચોરીના ગુનામાં ટ્રાન્સફર વોરેંટથી લઈ આવી ધરપકડ કરી વધુ કાર્યવાહી જમાદાર કૈલાશભાઈ ઠાકરે હાથ ધરી છે. જોકે પૈસાની લેતી દેતી મામલે સદા રામ કાર ચોરી કરી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો