તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દોડધામ:વેલવાગડમાં નાગ અને નાગણનું જોડું ઘરમાં ઘુસ્યું

પારડી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનોમાં ભયને લઇ દોડધામ મચી

પરિયા ગામે વેલવાગડ ખાતે રહેતા વિનોદભાઈ પટેલના ઘરમાં એક નાગ ઘુસી જતા પરિવારના સભ્યો ગભરાઈ ગયા હતા જોકે સૌપ્રથમ તેઓએ એક નાગને જોઈ તેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ નાગ સાથે અન્ય એક નાગણ પણ હોય અને બંને ઘરના પેજરીમાં ઘુસી જતા પરિવારજનો એક સાથે બે નાગને જોઈ ગભરાઈ ગયા હતા અને આ અંગે પરિયા ખાતે રહેતા જીવ પ્રેમી એવા રજનીભાઈ પટેલને જાણ કરી હતી જેને પગલે રજનીભાઈ તેની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ બંને નાગ અને નાગણને સહી સલામત રીતે પકડી પાડી પરિવારજનોને ભયમુક્ત કર્યા હતા અને આ બંને સાપોની ગોઇમાં ખાતે જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યા હોવાનું જીવ પ્રેમી રજનીભાઈ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...