તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:ટુકવાડામાં વાપીનાં પોલીસ કર્મીને 3 ઇસમે મારમાર્યો

પારડી19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રોડ પર જોઈને ચાલોનું કહેતા ત્રણેય ઉસ્કેરાયા

વાપી ટાઉન પોલીસ મથકે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને ચલા જીવનજ્યોત કોમ્પ્લેક્ષ ખાતે રહેતા નીતિન નટુભાઈ પટેલની ગુરુવારે રજા હોય તેઓ ઘરેથી રાત્રે પરવારી સાથે બાઈક પર ફરવા નીકળ્યા હતા ત્યારે ટુકવાડા હાઇવે પર સામે થી પસાર થતી વેળા ત્રણ ઈસમો રોડ ક્રોસ કરતા હતા જેઓ નીતિનની બાઈક સાથે અથડાઈ જતા હતા જેથી નીતિને ત્રણેયને જોઈને રોડ ક્રોસ કરોનું કહેતા ત્રણેએ ઉશ્કેરાઈ જઇ નીતિનને નાલાયક ગાળો આપી તૂટી પડી માર મારવા લાગ્યા હતા.

નીતિને બૂમા બમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને આ અંગે તેને વલસાડ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ નંબર 100 પર કોલ કરી જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્રણ ઈસમો પૈકી ક્રિષ્ના અનિલભાઈ ગોન્ડ અને ગણેશ નહેરુપ્રસાદ ગોન્ડ બંને રહે ટુકવાડા મનીષભાઈની ચાલ મૂળ યુપીને ઝડપી પારડી પોલીસ મથકે કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે એક ઇસમ ભાગી ગયો હતો. આ બનાવ બાબતે પારડી પોલીસ મથકે પોલીસ કોન્સ્ટેબલ નીતિન પટેલે ફરિયાદ નોંધાવી હતી. ભાગી ગયેલા ગોવિંદ કેસરી કૈલાશ રાજભરાને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિ માન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો