તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:ચૂંટણીના ભણકારા વચ્ચે નાના વાઘછીપાના સરપંચ ભાજપમાં

પારડી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્વે રાજકીય માહોલ ગરમાયો

પારડી નાના વાઘછીપાના વર્તમાન સરપંચ તેમના 100થી વધુ કાર્યકર્તાઓ સાથે ભાજપનો ખેસ પહેરી લેતા રાજકારણ ગરમાયુ છે. રવિવારે નાનાવાઘછીપા ગામે આવેલી શાળામાં પ્રધાનમંત્રી મોદીનો મન કી બાત કાર્યક્રમ નિહાળવા સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં ધારાસભ્ય કનુભાઇ દેસાઇ સાંસદ ડો કે.સી.પટેલ કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી પારડી તાલુકા ભાજપ પ્રમુખ મહેશ દેસાઈ, તા. પં.ત પ્રમુખ મિતલ પટેલ તાલુકા સરપંચ સંઘના પ્રમુખ દિક્ષાતભાઈ પટેલ સહિત ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ એકત્ર થયા હતા જ્યાં મન કી બાત કાર્યક્રમ નિહાળ્યા બાદ નાના વાઘછીપાના વર્તમાન સરપંચ રાજેન્દ્રભાઈ આર પટેલ કે જેવો છેલ્લા દસેક વર્ષથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં સક્રિય હતા અને કોંગ્રેસ પાર્ટીમાં તેઓ ને હોદ્દો પણ આપવામાં આવ્યો હતો આજરોજ તેઓએ તેમના 100થી વધુ કાર્યકર્તાઓ સાથે ભાજપનો ખેસ પહેરી વિધિવત ભાજપમાં જોડાતા કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...