કાર્યવાહી:પાટડીમાં લૂંટના આરોપીને કોર્ટમાં મળવા આવેલા વધુ 6 ને ઝડપી લેવાયા

પારડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરતના વેપારીને લૂંટના વધુ 6 આરોપી પોલીસના હાથે ઝડપાયા - Divya Bhaskar
સુરતના વેપારીને લૂંટના વધુ 6 આરોપી પોલીસના હાથે ઝડપાયા
  • પાંચ દિવસ અગાઉ ઉદવાડા હાઇવે પર કારને ટક્કર મારી છે કહી સુરતના કાચચાલકનું અપહરણ કરી લૂંટી લીધો હતો
  • દમણમાં મિટીંગ પતાવી સુરતનો વેપારી પરત ફરી રહ્યો હતો
  • નવસારી નજીક લૂંટ કર્યા બાદ વેપારીને છોડી દેવાયો હતો

13 એપ્રિલે ઉદવાડા હાઇવે પર સુરતના કારચાલકને ઇક્કો કારમાં આવેલા ઇસમોએ અમારી કારને ટક્કર મારી છે ખર્ચો આપો કહી ઝઘડો કરી અપહરણ કરી લઇ જઇ નવસારી પાસે મારમારી સોનાની ચેઇન લૂંટી અવાવરૂ જગ્યાએ છોડી દીધો હતો.આ લૂંટની ઘટનામાં પારડી પોલીસે ગણતરીના કલાકમાં 7 ઇસમોને ઝડપી પાડ્યા છે.

બે દિવસ અગાઉ પારડી પોલીસ મથકે અપહરણ વીથ લૂંટની ફરિયાદ નોંધાઈ હતી જેમાં સુરત ઉગત ભક્તિ ધર્મ ટાઉનશિપ પાલનપુર કેનાલ રોડ ખાતે રહેતો હસમુખભાઈ ડાહ્યાભાઈ ચૌહાણે ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ ગત 13 એપ્રિલે સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે દમણમાં મિટિંગ પૂર્ણ કરી હોન્ડા સિટી કાર નંબર જીજે 05 જે.એસ. 82 59 માં દમણ થી સુરત જવા નીકળ્યા હતા.

ઉદવાડા હાઇવે બ્રિજ નીચે સર્વિસ રોડ આગળ ઈકકો કાર નંબર GJ21CB4905 માં આવેલા ઇસમોએ કારમાં ટક્કર લાગી છે કહી કેટલાક ઇસમો તેની પાસે ખર્ચો માગી ઝઘડો કર્યા બાદ જબરજસ્તી ઈકકોમાં બેસાડી અપહરણ કરી ગયા હતા અને સ્તામાં મારમારી ગળામાં પહેરેલી બે તોલાથી વધુની રૂ. 65000 કિંમતની સોનાની ચેઇન લૂંટી લઇ નવસારીના દાતેજ ગામે અવાવરુ જગ્યાએ ઉતારી લાકડીના ફટકા મારી ઇસમો ભાગી છૂટ્યા હતા.

બનાવમાં હસમુખભાઈને ઇજા થતાં નવસારી સિવિલમાં ખસેડાયા હતા અને આ મામલે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે આધારે પારડી પીઆઇ મયુર પટેલે સુરતના કારચાલકને લૂંટનાર અજાણ્યા ઇસમોને ઝડપવા ચક્રોગતિમાન કરી ગણતરીના કલાકોમાં ઈક્કો કાર નંબર આધારે સૌપ્રથમ નિખિલ મીતેષ કુનબી રહે તિઘરાવાડી નવસારીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.

આ પારડી પોલીસ આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ કરતી હતી ત્યારે તેની સાથે અપહરણ વીથ લૂંટમાં સંડોવાયેલા તેના સાથી નિખિલને કોર્ટમાં મળવા આવી રહ્યા હોવાની બાતમી મળતા પોલીસે ચાર રસ્તા પાસે બસ માંથી મેહુલ સહિત અન્ય 6 ઇસમોને દબોચી લીધા હતા.આ કુલ સાત આરોપીઓ દમણ સહેલગાહે આવ્યા હતા અને ટક્કર લાગતાં નુકસાનીના ખર્ચા માટે અપહણ સાથે લૂંટ કરી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પોલીસ તમામ આરોપીઓની સઘન પૂછપરછ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

લૂંટ કેસમાં ઝડપાયેલા આરોપીઓ
મેહુલ ઉર્ફે કાળિયો ભીખુભાઈ રાઠોડ રહે નવસારી લૂન્સીકૂઈ, પ્રણવ ઉર્ફે ધક્કો દિપકભાઈ રાઠોડ રહે નવસારી વિરાવળ, નિલેષ ઉર્ફે નીલું ભરતભાઈ પટેલ, રૈશબ ઉર્ફે પાપડો શૈલેષભાઈ પટેલ બંને રહે દરગાહ રોડ નવસારી, હર્ષિલ ઉર્ફે પકયો મહેશભાઈ રાઠોડ રહે તિઘરાવાડી નવસારી તેમજ હેમંત ઉર્ફે પલ્લી ભિખા છનાભાઈ રાઠોડ રહે ટેકનિકલ સ્કૂલ સામે નવસારીની આવતા

અન્ય સમાચારો પણ છે...