તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:પરીયામાં માતા-પિતાએ ટોકતા પુત્રએ ઝેર પીધું

પારડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નોકરી છૂટ્યા બાદ કામ ધંધો કરતો ન હતો

પરિયા ગામે વેલવાગડ ફળિયા ખાતે રહેતા જયેશભાઈ છીબુભાઈ પટેલનો મોટો પુત્ર ૨૫ વર્ષીય સુનિલ પટેલ ગતરોજ ગામમાં ફરીને સાંજે 5 વાગ્યે ઘરે આવ્યો હતો જેથી તેના પિતા જયેશભાઈ અને માતાએ કામ ધંધો કેમ કરતો નથી તેમ કહેતા સુનિલે ઘરમાં ઝઘડો કર્યો હતો ,જે બાદ સુનિલ ઘરના વાડામાં જઈ કોઈક ઝેરી દવા પી ગયો હતો.

ઝેર પીધા બાદ તેની તબિયત લથડી પડતા વોમિટ કરવા લાગ્યો હતો જેની જાણ તેની માતા કૈલાશબેનને થતાબ તાત્કાલિક પડોશમાં રહેતા રાકેશભાઈની કારમાં સુનિલે સારવાર માટે પારડી ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. નોકરી છૂટી ગયા બાદ સુનિલ કામ પર જતો ન હતો કે કોઇ કામ ધંધો કરતો ન હોય માતા-પિતા અવારનવાર ટોકતા હતા જે બાબતે તેને મન દુખ થતા આપઘાતનો પ્રયાસ કર્યાનું જણાવ્યું હતું પારડી પોલીસે આ મામલે જાણવાજોગ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો