ફરિયાદ:પારડીમાં પાડોશી વચ્ચે નજીવી બાબતે લાકડાં- સળિયા ઉછળ્યાં, 2ને ઇજા થતા હોસ્પિટલમાં, સામસામે ફરિયાદ

પારડી10 દિવસ પહેલા
  • કૉપી લિંક

પારડી ઢોડિયાવાડમાં બે પાડોશી વચ્ચે નજીવી બાબતે બોલાચાલી બાદ મારામારી થતા બે વ્યક્તિને ઇજા થઇ હતી.આ બનાવમાં પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી છે. પારડી પોલીસ મથકે એક પક્ષે તુષાર પટેલે નોંધાવેલી ફરિયાદમાં તેમના ઘરનું બાંધકામ ચાલુ હોય પતરાના શેડ સાથે બાંધેલી દોરી છોડવા પાડોશી જીતેશના પિતા રમેશ નાયકાને જણાવતા તેમણે ગાળો આપી ઝઘડો શરૂ કર્યો હતો. તુષારની માતા સુંદરબેને પણઝઘડો ન કરવા જણાવતા જીતેશે લોખંડના સળિયો સુંદરબેનના માથામાં મારી લોહીલુહાણ કરી મૂકી હતી.

આ સમયે રમેશભાઈનો જમાઈ નયન નાયકા રહે અબ્રામા આવી સુંદરબેનને માર માર્યો હતો અને ત્રણેયે એ મારી નાંખવાની ધમકી આપી હતી તો બીજ પક્ષે રીટાબેન જીતેશ નાયકાએ ફરિયાદ આપી તુષાર નરેશ પટેલ અને રાકેશ દિનેશ પટેલે દોરી છોડવા માટે ઝઘડો કરી ઢીક મુક્કી લાકડાના ફટકો મારી દીધો હતો. મારામારીમાં બંને પક્ષના સુંદરબેન તથા રમેશભાઈ ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...