દુર્ઘટના:પારડીમાં ચાલુ બસનું ટાયર નીકળી જતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

પારડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાઇવેની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઇ નથી

દમણ તથા વાપી જેવા ઔધોગિક વિસ્તારમાં આવેલ અનેક કંપની ઓમાં પારડી ,અતુલ , વલસાડ તથા આજુબાજુ ના વિસ્તારો માંથી અનેક લોકો નોકરી કરતા હોય કંપની તરફથી તેઓને પોતાના વિસ્તારમાં થી કંપનીમાં લાવવા લઈ જવાની સગવડ કરવામાં આવે છે.

આવી જ એક મીની બસ નંબર ડી.ડી.03.એચ. 9398 કંપનીના કામદારો ને લઈ જઈ રહી હતી તે દરમ્યાન પારડી મેઈન નેશનલ હાઇવેના મેઈન ઓવરબ્રિજ પરથી પસાર કરતી વખતે અચાનક પાછળ થી ચાલુ બસે ડાબી સાઈડનું ટાયર નીકળી ગયું હતું. ટાયર નીકળી જતા બસમાં સવાર અંદાજે 35 થી 40 મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી .બસ ટાયર નીકળી ગયા બાદ હાઇવેના વચ્ચોવચ અટકી પડી હતી.જેને લઈ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...