અટકાયત:પારડીમાં રાત્રે ઘરમાં ઘુસી મહિલાના શરીર સાથે અડપલા કરતો યુવક ઝડપાયો

પારડી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંતે એક જાગૃત મહિલાએ વિકૃત યુવક સામે પોલીસમાં ફરિયાદ કરી

પારડી દમણીઝાપા ભેંસલાપાડા પરીયા રોડ ખાતે આવેલા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ત્યાંના રહીશો અને ખાસ કરીને માતાઓ અને બહેનો રાત્રી થતાની સાથે જ ડરના માહોલમાં જીવી રહ્યા હતા. કારણકે, આ ફળિયામાં રહેતો પ્રકાશ છોટુભાઈ પટેલ કેટલાક સમયથી પોતે વિકૃત મગજના હોય રાત્રી દરમિયાન અન્ય ઘરોમાં અંદર જઈ રાત્રે ઘરમાં સુતેલી સ્ત્રીઓના શરીરે હાથ ફેરવી વિકૃત આનંદ લેતો હોય છે.

ફળીયાની તમામ સ્ત્રીઓ રાત્રી દરમ્યાન ડરના માહોલમાં જીવી રહ્યા હતા. આ વિકૃત પ્રકાશે ફળિયાની અનેક ઘરોમાં જઇ કેટલીય સ્ત્રીઓ સાથે આ પ્રકારનું વિકૃત કૃત્ય કર્યું હતું પરંતુ સમાજમાં ઈજ્જત જવાના લઈ અનેક બહેનો ચુપ રહી પોતે આ વિકૃતિ સહન કરી હતી. પરંતું ફળિયાની જ અન્ય એક મહિલા સાથે તાજેતરમાં તેના ઘરે રાત્રીએ ઘૂસી જઇ તેના શરીરે અડપલાં કરતા મહિલા જાગી ગઈ હતી. મહિલાએ બુમાબુમ કરતા તે ભાગી છૂટ્યો હતો. તપાસ કરતા તે પ્રકાશ જ હોવાનું બહાર આવતા રાત્રીએ મહિલાના પરિવાર અને ફળિયાના રહીશો પ્રકાશના ઘરે પહોંચ્યા હતા. જોકે, તે ઘરે મળી આવ્યો ન હતો .

પ્રકાશ આ પ્રકારની હરકત ફળિયામાં રહેતી કેટલીક મહિલાઓ સાથે કરી હોવાથી મહિલાએ પોતે હિંમત રાખી અને મારી સાથે થયું એવું કૃત્ય કોઈ અન્ય સ્ત્રીઓ સાથે ના થાય જેને લઇ પારડી પોલીસ સ્ટેશનમાં પ્રકાશ છોટુભાઈ ઢોડિયા પટેલ વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે. આ વિકૃત પ્રકાશની પારડી પોલીસે ધરપકડ કરી છે. પ્રકાશ ઘરસંસાર ધરાવતો હોય પોતે ઘરના લોકોને પોતાના વાડીમાં બનાવેલા નવા ઘરે સુવા જવાનું કહીને રાત્રિએ નીકળી જઇ અન્યના ઘરે જઈ આ પ્રકારનો વિકૃત આનંદ લેતો હતો.

અન્ય સમાચારો પણ છે...