વિવાદ:કોટલાવમાં જમીનના મુદ્દે 2 પરિવાર બાખડ્યા અથડામણમાં 10ને ગંભીર ઈજાથી હોસ્પિટલમાં

પારડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચપ્પુ, દાતરડું અને ધારીયા જેવા ઘાતક હથિયારોથી હુમલો કરાયો હતો

જમીનના ભાવો આસમાને જતા લોહીનાં સંબંધોની કિંમત હવે ઘટવા લાગી હોવાનું કોટલાવ ગામે શુક્રવારના રોજ થયેલી કુટુંબી જનો વચ્ચેની મારા મારીને લઈ ફલિત થઇ રહ્યું છે. કોટલાવગામે નાની કોળીવાડ ખાતે બે કુટુંબીજનોમાં જમીનમાં વાળ કરવા માટે રોપવામાં આવેલા ઝાડ કે વાળની સાફ-સફાઈ કરવા જેવાના મુદ્દે છેલ્લા ઘણા લાંબા સમયથી તકરાર ચાલી રહી હતી જોકે આ જ મુદ્દે ફરી શુક્રવારના રોજ કુટુંબીજનો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી.

અને બોલાચાલી બાદ વાત એટલી હદે વણસી હતી કે કુટુંબીજનો એકબીજાના લોહીના સંબંધો ભૂલી ગયા અને એકબીજા પર ચપ્પુ દાતરડું ધારીયા જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરી દીધો હતો જેમાં બંને પક્ષના 10 જેટલા લોકો લોહીલુહાણ થઇ ગયા હતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા આઠ લોકોને પારડી કુરેશી હોસ્પિટલ લઈ જવાયા હતા અને બેને સારવાર માટે મોહનદયાળ હોસ્પિટલ લઈ જવાયા હતા જોકે આ ગંભીર મારામારીની જાણ પારડી પોલીસ મથકને થતાં પારડી પોલીસનો કાફલો હોસ્પિટલ પર દોડી ગયો હતો. અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

જોકે આ બંને કુટુંબની પરિવારજનોએ ઘાતકી હથિયારો વડે મારામારી કરી હોવાથી પોલીસ પણ દોડતી થઇ ગઇ હતી જોકે આ મારામારીમાં યોગેશ નારણભાઈ પટેલ,જશુબેન નારણભાઈ પટેલ, બાબુ રવજીભાઈ પટેલ,અશોક બાબુભાઈ પટેલ ,કેનીલ ભરતભાઈ પટેલ, પાર્થ અશોકભાઈ પટેલ,ભરત ડાહ્યાભાઈ પટેલ,પ્રેમીબેન ડાહ્યાભાઇ પટેલ, તેમજ આ મારામારીની જાણ થતાં તેમના સંબંધી ડી.સી.ઓ.પાછળ રહેતા કેવલ જવાહર પટેલ અને મંજુબેન જવાહર પટેલ દોડી જતાં તેમને પણ ગંભીર રીતે માર મારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આમારા મારી એટલી હદે વણસી હતી કે હોસ્પિટલ જતાં જતાં પણ બંને પક્ષોએ ફરી મારામારી કરી હતી અને એક સ્વીફ્ટ કારના કાચ તોડયા હતા અને પથ્થર મારો પણ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...