તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીપડાનો ભય:કોથરવાડીમાં વાછરડીને દીપડાએ ફાડી ખાધી

પારડી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફોરેસ્ટ વિભાગે કાર્યવાહી હાથ ધરી

પારડીમાં કોથરવાડી ખાતે હનુમાન મંદિર પાસે આવેલી રાજૂભાઈ ઉર્ફે સલમાન પટેલની આંબા વાડીમાં રાત્રિએ દીપડો આવી વાછરડીને ફાડી ખાધી હતી. ઘટના અંગે વહેલી સવારે વાડીમાં કામ કરવા જતાં ફાડી ખાધેલી વાછરડી નજરે આવી હતી અને આ અંગે વાડી માલિક રાજૂભાઈને જાણ કરવામાં આવતા તેવો વાડીએ ધસી ગયા હતા. આ અંગે ફોરેસ્ટ વિભાગને જાણ કરતાં પારડી ફોરેસ્ટ વિભાગના અધિકારી કૌશિક પટેલ તેમની ટીમ સાથે ઘટના સ્થળે ધસી ગયા હતા અને તેવોએ પણ વાછરડીને દીપડાએ ફાડી ખાધી હોવાની પુષ્ટિ કરી હતી અને તે વિસ્તારમાં પાંજરું મૂકવાની તજવીજ હાથ ધરી છે. જોકે કોથરવાડીના લાગુ જ સુખલાવ રોડ પર અગાઉ ગાયને દીપડાએ ફાડી ખાધી હતી જે બાદ કોથરવાડીમાં બનાવ બનતા ભયનો માહોલ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો