તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:છીત્રાપારડીમાં પોલીસે ખાડો ખોદી દાટેલી 518 દારૂની બોટલો કાઢી

પારડી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દારૂ વેચતો બુટલેગર ઘર ખુલ્લું મૂકી ફરાર થઇ ગયો

પારડી તાલુકાના છીત્રા પારડીગામે પોલીસની નજર ચૂકવી ઘરે દારૂનો ધંધો કરતા બુટલેગરને ત્યાં છાપો મારી પોલીસે બુટલેગરના ઘર પાછળ જમીનમાં ખાડો ખોદીને સંતાડી રાખેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જોકે પોલીસને આવતા જોઈ બુટલેગર તેનું ઘર ખુલ્લું મૂકી ભાગી છૂટ્યો હતો.

પારડી પોલીસ મથકના સિનિયર પીએસઆઈ બી.એન.ગોહિલે ઘોસ વધારતા બુટલેગરો અવનવા કીમિયા તરફ વળ્યા છે. અને વિદેશી દારૂનો ધંધો છૂપી રીતે કરી રહ્યા છે. પરંતુ પોલીસની બાજ નજરમાં બુટલેગરો ભાવતા નથી પીએસઆઇ કર્મી નિતીન આહીર તેમજ અન્ય સાથે છીત્રા પારડીના નિશાળ ફળીયા ખાતે અમિત વજીર પટેલના ઘરે દારૂનું વેચાણ કરે છે જે બાતમી આધારે છાપો માર્યો હતો.

Xભાસ્કર ન્યૂઝ|પારડી જોકે પોલીસને જોઇ જ બુટલેગર તેનું ઘર ખુલ્લું મૂકી ફરાર થઈ ગયો હતો. ત્યારે પોલીસે ઘરમાં તેમજ આજુબાજુ શોધખોળ કરતા બુટલેગરની દારૂ છુપાવવાની તરકીબ ફેલ થઇ છે. બુટલેગર એ તેના ઘર પાછળ જમીનમાં ખાડો ખોદી જુદી જુદી વિદેશી દારૂની બોટલ નંગ 518 જેની કિંમત રૂપિયા 91.100નો જથ્થો છુપાવીને રાખ્યો હતો જે ઝડપી પાડ્યો હતો. દારૂ કબ્જે લઈ ઘર છોડી ભાગી ગયેલો બુટલેગર અમિત પટેલને વોન્ટેડ જાહેર કરી પારડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...