હુમલો:પારડીમાં જૂની અદાવતમાં કાકાએ ત્રણ ભત્રીજા પર પાઇપથી હુમલો કર્યો

પારડી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુસ્લિમ પરિવારની ઘટના, ત્રણેય પારડીની હોસ્પિટલમાં ખસેડાયા

પારડીમાં સૈયદ સ્ટ્રીટ ગેલેક્ષી રેસિડેન્સી ફ્લેટ નંબર 207 માં રહેતા શાહીદખાંન પઠાણ ના ત્રણ પુત્ર પૈકી શાહીલ ખાન પારડી શાકભાજી માકેટમાં શાકભાજી લેવા ગયો હતો ત્યારે શાહીલખાનના કાકા હારુન રફીઉલ્લાખાન પઠાણ રહે દમણીઝાંપા કામલેશભાઈની બિલ્ડીંગની બાંજુમાં ત્યાં આવી શાહીલખાનને ગાળો બોલીને થાપટ મારી તું મારા ભાણેજ તસ્લિમ વિશે ખોટી ખોટી વાતો કરતો હોવાનું કહી તને બતાવું કહી ત્યાંથી નીકળી ગયો હતો.

આ અંગે ની જાણ શાહિલે તેના ઘરે કરતા બન્ને ભાઈ મોહમદ કેફ અને શાહનવાઝ બન્ને શાકભાજી માર્કેટમાં આવી ગયા હતા. પરંતુ બદલાની ભાવના સાથે ફરી પાછા આવેલા કાકા હારુને એક પછી એક તણેય ભત્રીજાને લોખંડના રોડથી હુમલો કરતા એકને માથામાં ગંભીર ઇજા થઇ હતી જ્યારે બીજાને મો ના ભાગે ઇજા થઇ હતી તો ત્રીજાને પણ માથાના ભાગે ઇજા થતા ત્રણેયને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હુમલા બાદ કાકો ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ઘટના અંગે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...