તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:સાસુ સાથે ઝઘડામાં બે સંતાનની માતાનો ત્રીજા માળેથી પડતુ મૂક્યુ

પારડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતકની ફાઇલ તસવીર - Divya Bhaskar
મૃતકની ફાઇલ તસવીર
  • પારડી શહેરના શ્રી એપાર્ટમેન્ટમાં બનેલી કરૂણ ઘટના

પારડી શહેરમાં પ્રજાપતિ હોલ સામે શ્રી એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે ફ્લેટ નંબર 304મા રહેતા ફિરોજ હુસૈનભાઈ મન્સૂરીએ તેના વતન ઉના ગિરસોમનાથ ખાતેની સમિના ઇબ્રાહિમ સાથે લગભગ સાત વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા. તેઓને બે જુડવા બાળકો છે. દોઢેક મહિના અગાઉ ફિરોજની માતા સારૂબેન ઉનાથી પારડી રહેવા આવી હતી. આજે સાસુ સારુબેન અને સમીના વતન ઉના જવાના હોય ગત રાત્રે બેગ તૈયાર કરી રહી ત્યારે અચાનક જ તેમની રૂમમાંથી સમીના બાલ્કનીમાં જઈ ભોઇ તળિયે પડતુ મુકયુ હતું.

સાસુની હાજરીમાં નીચે પડતું મૂકી દેતાં હેબતાઈ ગઈ હતી અને દોડી જઈ તેમના દીકરાને આ વાતની જાણ કરી હતી. 108 ને બોલાવતા તપાસ કરતા તેને મૃત જાહેર કરી હતી. આ અંગે પારડી પોલીસને જાણ કરતા પીએસઆઈ ગોહિલ ટીમ સાથે દોડી જઈ લાશનો કબ્જો લઈ પીએમ માટે મોકલાવી હતી.આ ઘટનાને પગલે સમીનાની પિયર પક્ષના પારડી દોડી આવ્યા હતા અને સાસુ સાથે સમીનાનું બોલાચાલી થતાં આ પગલું ભર્યું હોવાના જેવ ગંભીર આક્ષેપો થતા ડીવાયએસપી એમ,એન,ચાવડા પણ દોડી આવ્યા હતા.

સમીના આપઘાતથી તેના જુડવા માસૂમ બાળકો નોધારા બની ગયા છે. આ મામલે પારડી પોલીસે એડી નોધી વધુ તપાસ હાથ ધરી છે. મોતનું સાચું કારણ પોલીસ તપાસ બાદ બહાર આવે એમ છે.

અન્ય સમાચારો પણ છે...