શોધખોળ:‘હું મારી મરજીથી જાવ છુ, મને શોધવાની જરૂર નથી, મમ્મી પપ્પા ચકુ માફ કરજો’

પારડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લગ્નના આઠ માસમાં પારડી શહેરમાં રહેતો યુવાન ચિઠ્ઠી લખી ગાયબ

મેં જ્યાં પણ ચાલ્યો છું. મારી મરજી થી ચાલ્યો છું.મને શોધવાની જરૂર નથી સોરી મમ્મી, પપ્પા અને ચકુ મને માફ કરજો મેં તમને બો હેરાન કાર્ય હવે નઈ કરું જેવી ચિઠ્ઠી પરિવાર જનો માટે લખી પારડી શહેરમાં ચીવલ રોડ ખાતે રહેતો 25 વર્ષીય યુવાન ચેતન ગોવિંદભાઈ પટેલ તેના લગ્નના આઠ માસમાં ઘરેથી ગાયબ થતા તેના પરિવાર જનો ચિંતિત બન્યા છે. અને તેની શોધખોળ બાદ આખરે માતાએ પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પારડી ચિવલ રોડ જકાતનાકા મોબાઈલ ટાવરની બાજુમાં રહેતો અને જીઆઈડીસી માં અનુપમ ડીલર્સ કંપનીમાં નોકરી કરતો ચેતન ગોવિંદભાઈ પટેલ ઉવ 25 ના લગભગ આઠ માસ પહેલા તેના અમલસાડ ખાતે રહેતી શીતલબેન સાથે લગ્ન થયા હતા.

શીતલ તેના પિયર ગઈ હતી ત્યારે ગત તા 15 ડિસેમ્બરના રોજ ચેતન તેની પત્નીને લેવા જાવ છું કહી તેના ઘરે થી નીકળ્યો હતો જે બાદ ના તો તેના ઘરે પહોંચ્યો કે તેના સાસરે જેથી ચેતનને લઇ તેના પરિવાર જનો ચિંતિત બન્યા હતા તેની ભારે શોધખોળ બાદ તેનો પત્તો લાગ્યો ન હતો જયારે તેની એક ઘર છોડવા બાબતની ચિઠ્ઠી પરિવારને સંબોધેલી મળી આવતા પરિવાર જનોએ ચિઠ્ઠી પારડી પોલીસને સોંપી છે અને તે ગૂમ થયો હોવાની ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ આધારે પારડી પોલીસે તેની શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...