તપાસ:વૈશાલી હત્યા કેસમાં 6 ગર્ભવતી મહિલાઓને સાથે રાખી ઓળખ પરેડ

પારડી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેડિકલ ઓફિસર અને એમ્બ્યુુલન્સ સાથે લઈ જવાઈ

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ચંદ્રપુર પાર નદી ખાતે કારમાં શંકાસ્પદ હાલતમાં મળેલી સિંગર વૈશાલી બલસારા ની લાશ ની તપાસમાં પોલીસે હત્યાનો ગુન્હો નોધી ગણતરીના સાત દિવસમાં હત્યાના મુખ્ય આરોપી એવી વૈશાલીની મિત્ર બબીતા કૌશિકની ધરપકડ કરી છે. બબીતા હાલે ગર્ભવતી હોય પોલીસે કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે, અને તેની પરિસ્થિતિને ધ્યાને રાખી કોર્ટના હુકમ મુજબ આરોપી પાસે મેડિકલ ઓફિસર અને એમ્બ્યુલન્સ 24 કલાક હાજર રાખી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ત્યારે એક ગર્ભવતી મહિલા બીજી મહિલા ની પ્રોફેશનલ કીલર પર હત્યા કરાવે એ ભાગ્યે જ જોવા મળે એવો આ કેસ છે.ત્યારે હાલ આરોપી ગર્ભવતી હોવાથી બીજી તરફ હત્યાનો ગુન્હો હોવાથી પોલીસ ખૂબ કાળજી પૂર્વક કેસના પુરાવા ઓ એકત્ર કરી રહી છે.

સ્થાનિક લેવલે પારડી પોલીસે માસ્ટર માઈન્ડ એવી મુખ્ય આરોપી ની ધરપકડ કરી છે પરંતુ આ હત્યાને અંજામ આપનાર પર પ્રાંતીય પ્રોફેશનલ કિલરો હજી ઝડપાયા નથી. આજ રોજ આ કેસના સંબંધિત સાક્ષીઓને પારડી મામલતદાર કચેરી ખાતે લાવી તાલુકા મેજિસ્ટ્રેટ ની સામે ગર્ભવતી આરોપી મહિલા સાથે અન્ય બીજી છ જેટલી આઠ થી નવ માસ નો ગર્ભ ધરાવતી મહિલાઓ સાથે રાખી કુલ સાત જેટલી મહિલાઓ સાથે રાખી ઓળખ પરેડ કરવામાં આવી હતી.

સાતેય મહિલાઓ ના વારંવાર સ્થાન બદલી સાક્ષી ઓ પાસે આરોપી મહિલાની ઓળખ પરેડ કરાવી હતી. ઓળખ પરેડ દરમિયાન લાવવા લઈ જવા ગર્ભવતી આરોપી મહિલા ની દેખરેખ માટે એમ્બુલન્સ અને મેડિકલ ઓફિસર સાથે રાખવામાં આવ્યા હતા

અન્ય સમાચારો પણ છે...