તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:હું હતાશ છું, બેચેની થતા આત્મહત્યા કરું છું જેવી નોટ લખી પરિણીતાનો ફાંસો

પારડીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
મૃતકની ફાઇલ તસવીર - Divya Bhaskar
મૃતકની ફાઇલ તસવીર
 • નાશીકથી બે દિવસ અગાઉ જ પારડી ભાઈને ત્યાં આવી હતી
 • ભાઇને વારે ઘડીએ પોતાને મોટી બિમારી થઇ હોવાનું જણાવતી હતી

પારડી તાલુકાના સારણગામે સિદ્ધિવિનાયક રો હાઉસ નંબર 28/Aમાં રહેતા અને પરિયા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રવિણભાઇ અભિમન્યુ પાટીલની નાની બહેન મહારાષ્ટ્ર નાશીક પરણેલી સુનીતાબેન દિલીપભાઈ પાટીલ ઉવ 41 છેલ્લા એકાદ માસથી બીમાર હોવાથી જે સારવાર માટે બે દિવસ અગાઉ તેના નાના દીકરાને લઈ તેમના ઘરે આવી હતી. આજરોજ સવારે બેડરૂમમાં સીલીંગ ફેન સાથે સાડી વડે ફાંસો ખાઈ લીધેલી હાલતમાં સુનીતા એની ભાભી જયાબેનને નજરમાં આવતા તેમણે બૂમાબૂમ કરી મૂકી હતી.

જેને પગલે આજુબાજુના લોકો દોડી આવી સુનિતા બેનને તાત્કાલિક સાડી કાપી નીચે ઉતારી સારવાર માટે પારડી સી.એચ.સી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જોકે ફરજ પરના તબીબે સુનીતાબેનને મૃત જાહેર કરી હતી. સુનીતાએ જ્યાં ફાંસો ખાધો હતો ત્યાં જ બેડ પર તેની મરાઠી ભાષામાં લખેલી સુસાઈડ નોટ પણ મળી આવી હતી જેમાં તેણે હું હતાશ હતી. મારી આત્મહત્યા પાછળ મારા ભાઈ કે પતિનો કોઈનો દોષ નથી, મને બેચેની થતી હતી .

માટે હું પોતે આત્મહત્યા કરું છું, જેવું લખેલું જોવા મળતાં તેનો ભાઈ શુસાઈડ નોટ સાથે પારડી પોલીસ મથકે પહોંચી આ મામલે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ આધારે બીટ જમાદાર હેડ કોન્સ્ટેબલ કાનજીભાઈ વાળાએ શુસાઈટ નોટ કબ્જે લઇ સુનિતાબેનનું પીએમ કરાવ્યું હતું અને મૃતદેહનો કબજો પરિવારને સોંપ્યો હતો.

આ સમગ્ર મામલે પારડી પોલીસ તેમના સાસરીયાના નિવેદન લીધા બાદ આપઘાત કયા કારણોસર કર્યો તે હકીકત બહાર આવશે. મૃતકના બે સંતાન પૈકી 1 સંતાનને નાસીક સ્થિત સાસરીમાં મુકી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો