તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પારડીમાં 31 વર્ષીય પરિણીતા છુટાછેડા વિના લીવ ઇન રિલેશનશીપમાં ભાડાના મકાનમાં તેના પ્રેમી સાથે રહેતી હતી.ત્યાં અચાનક તેનો પતિ આવીને મારઝૂડ કરતા પરિણીતા અને તેનો મિત્ર લોહીલુહાણ થઇ જતા પારડી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
બિનવાડા ગામે તળાવ ફળિયા ખાતે રહેતા મયુર બાલુભાઈ કોળી પટેલ સાથે પરણેલી ભાગ્યશ્રી પટેલ ઉવ 31 ના લગ્ન જીવન દરમિયાન બે સંતાનો છે.કોઈ કારણસર એમના લગ્નજીવનમાં તકરાર ઉભી થતા છેલ્લા પાંચેક માસથી છુટા છેડા વિના ભાગ્યશ્રી પારડી શહેરમાં કુંભારવાડ ખાતે ભાડાના મકાનમાં તેનો મિત્ર હિરેન રમણ કોળી પટેલ સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેતી હતી ત્યાં અચાનક રવિવારે તેનો પતિ મયુર આવી ચઢ્યો હતો અને હિરેન જોડે ગાળાગાળી કરી ઉશ્કેરાઇ જઇ ઢીકક મૂકી તથા લાકડાંના ફટકા મારતા હિરેન લોહીલુહાણ થઇ જમીન પર ફસડાઇ પડ્યો હતો.
આ દરમિયાન ભાગ્યશ્રીને પણ હાથમાં ઈજા પહોંચી હતી. બંનેને સારવાર માટે પારડી ખાનગી હોસ્પિટલ માં ખસેડ્યા હતા. આ મામલે પોલીસ મથકે ભાગ્યશ્રીએ તેના પતિ મયુર સામે ફરિયાદ નોંધાવી છે અને પતિ મારઝૂડ કરતો હોવાના આક્ષેપ પણ કર્યો છે જેના કારણે તે લિવ ઈન રિલેશનશીપમાં રહેતી હોવાનું જણાવી રહી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.