તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચિંમકી:પારડી બંદર રોડનું દબાણ દૂર ન થાય તો ભૂખ હડતાળની ચિંમકી, હેલ્પીંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટે સીઓને રજૂઆત કરી

પારડી4 મહિનો પહેલા
 • કૉપી લિંક

પારડી પાર નદીના કિનારે પથારીવશ વૃદ્ધોને રાખી તેમની કાળજી લેતું મેડિકલ હોમ હેલ્પીંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બંદર રોડ પર કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામ દૂર કરવા સીઓને લેખિત ફરિયાદ કરી છે અને જો કોઇ કાર્યવાહી ન થાય તો ભૂખ હડતાળ કરવાની ચિંમકી આપી છે.

સ્ટેશન રોડથી બંદર રોડ તરફ જવાનો વળાંક ખૂબ જ જટિલ અને તીવ્ર છે. આ ઉપરાંત આ સાંકડા રોડ પર અનઅધિકૃત દબાણ કરવામાં આવ્યું છે .જેને લઇ ઈમરજન્સીના સમયે વૃદ્ધ દર્દીઓને લાવવા લઈ જવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે. અગાઉ પાલિકા દ્વારા દબાણ હટાવવામાં આવ્યું હતું. પરંતુ એક જ મહિનામાં ફરીવાર દબાણ કરતાએ દબાણ કરી દીધું હતું જે બાબતે પાલિકા દ્વારા આંખ આડા કાન કરાતા હેલ્પીંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલકોએ અગ્રણી શરદભાઈ દેસાઈને રજુઆત કરતા તેમણે જણાવ્યું હતું.

કે કલેક્ટર અને લીગલ ડિપાર્ટમેન્ટ તરફથી દબાણ હટાવવાની પરમિશન આવી ગઈ છે. અને એક વિકમાં દબાણ દૂર કરીશું. આ વાતને પણ મહિનો થવા છતાં કાર્યવાહી ન થતા ટ્રસ્ટના પ્રમુખ ડો પ્રફુલ મહેતા અને ઉપપ્રમુખ શરદભાઇ દેસાઇએ સીઓને લેખિત રજૂઆત કરી અનઅધિકૃત દબાણ દૂર કરવા ને કાયમી નિરાકરણની માંગ કરી છે તો બીજી તરફ શરદભાઈ દેસાઈએ પાલિકા દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં ન આવે તો સંચાલકોએ હડતાળ પર બેસવાની ફરજ પડશે તેવી ચીમકી આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો