હક્ક માટે સરકાર સામે લડત:જૂની પેન્શન યોજના શરૂ કરવાની માગ સાથે દરેક તાલુકાના સરકારી કર્મીઓએ રેલી કાઢી

પારડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પારડીમાં વાપી-પારડી તાલુકા પ્રા. મા. અને ઉ.મા. તેમજ આરોગ્ય કર્મીના દેખાવો, ધરમપુરમાં શિક્ષકો પણ લડતમાં જોડાયા

જિલ્લા પ્રાથમિક શિક્ષણ શિક્ષક સંઘ વલસાડ પ્રેરિત અને સંયુક્ત કર્મચારી મોરચાના વલસાડ આયોજિત પેન્શન બંધારણ અધિકાર દિવસ અંતર્ગત આજરોજ પારડી અને વાપી તાલુકાના શિક્ષકો , આરોગ્ય વિભાગ તલાટી અને ગ્રામ સેવક નો સંયુક્ત મોરચો બનાવી પારડી કુમાર શાળાના મેદાનમાં એકત્ર થઇ જૂની પેન્સન યોજના ચાલુ કરવાની માગ સાથે રેલી કાઢી હતી.

છેલ્લા કેટલાક સમયથી શિક્ષકો તથા અન્ય સરકારી કર્મચારીઓ હાલની પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવા માટે લડત લડી રહ્યા છે. કારણ કે નવી પેન્શન યોજનામાં પેન્શન ખૂબ ઓછું મળતું હોય શિક્ષકો અને કર્મચારીઓને પાછળ નું જીવન જીવવું ખૂબ મુશ્કેલ ભર્યું બની ગયું છે.

ગુરૂવારે ડો. બાબા સાહેબ આંબેડકર ના જન્મ દિને તેમને ફોટા આગળ પુષ્પ અર્પણ કરી ઉપરોક્ત શિક્ષકોએ રેલી કાઢી પારડી ચાર રસ્તા સુધી ફર્યા બાદ પરત કુમાર શાળાના મેદાનમાં વિવિધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સાથે નાણા મંત્રી કનુ દેસાઇને આવેદનપત્ર આપી માગ ન સંતોષાય તો અહિંસક આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

ધરમપુરમાં જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચાની રેલી
ધરમપુર|ધરમપુરમાં વલસાડ જીલ્લા સંયુક્ત કર્મચારી મોરચાના નેજા હેઠળ જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા, સાતમા પગાર પંચના તમામ બાકી ભથ્થાઓ આપવા સહિતની માંગ સાથે વિવિધ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓની રેલી કાઢી હતી.જેમાં આસુરા વાવ બિરસા મુંડા સર્કલથી વિવિધ પ્લેકાર્ડ સાથે નીકળી ડો.બાબા સાહેબ આંબેડકર સર્કલ પહોચેલી રેલી સમયે ધરમપુર તા.પ્રા.શિક્ષક સંઘે ઉપસ્થિત ધારાસભ્ય અરવિંદભાઈ પટેલને જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા સહિત વિવિધ માંગણીઓ-પ્રશ્નો સંદર્ભે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.

ઉમરગામમાં શિક્ષણ સંઘે આવેદન આપ્યું
ભીલાડ| ઉમરગામ તાલુકા શિક્ષણ સંઘે ઉમરગામથી રેલી કાઢી તાલુકાનાં ધારાસભ્યનાં કાર્યલય પહોચી ધારાસભ્ય રમણ પાટકરને આવેદન પત્ર આપ્યું હતું.જેમાં જૂની પેન્શન યોજના પુનઃ ચાલુ કરવા ,ફિક્સ પગાર કેસનામ સુપ્રીમ કોર્ટ માંથી પરત ખેચી કરાર આધારિત ભરતી મૂળ અસરથી બંધ કરવા જેવી માગ કરી છે.આ અંગે ધારાસભ્ય પાટકરે સરકારની નીતિ અને યોજના અંગે શિક્ષકોને જાણકારી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...