તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:પારડીમાં કારના સાઈલેન્સર ચોરતી ગેંગ સક્રિય: ત્રણ સ્થળેથી ચોરી કરી

પારડી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઈકો કારના સાઈલેન્સર મોંઘા હોવાથી ચોરી કરે છે

પારડી શહેરમાં ફક્ત ઇક્કો કારના સાઇલેન્સરના મોંઘા પાર્ટને કાઢીને ચોરી લઈ જવાની ગેગ સક્રિય થઈ છે. પારડીમાં ત્રણ કારના સાઈલન્સરના 60 હજારના પાર્ટની ચોરી ગયા હતા.વલસાડ તિથલ રોડ અભિષેક એપાર્ટમેન્ટમાં રહેતો પથિક દેસાઈ તેના સાસરે પારડી બાલાખાડી રાજરત્ન એપાર્ટમેન્ટમાં રહેવા આવ્યું હતું અને રાત્રિએ તેની ઇકો કાર GJ15 CK 4265ને પાર્ક કરી હતી કરી હતી ત્યારે રાત્રીએ ચોર ઈસમોએ કારના સાઇલેન્સર પાસે લાગતું કન્વેટેર નામના પાર્ટને કાઢી ચોરી ગયા હતા.

સવારે કાર સ્ટાર્ટ કરતા માલુમ થયું હતું જેવો એજેન્સીમાં રીપેર કરવા જતાં પારડી શહેરમાં અન્ય બે કારોમાંથી પણ આજ પાર્ટની ચોરી થઈ હોવાનું જાણવા મળતા પારડી પોલીસ મથકે આવ્યા હતા. જેમાં પારડી હાઇવે પર ચર્ચ સામે મયંક પ્રજાપતિની ઇક્કો કાર નંબર GJ15CH9781 અને પારડી ફાઉન્ટેન હોટલ પાછળ આવેલી પેસિફિક ઇન્ડસ્ટ્રીઝના મેનજર રાહુલ સંઘવી પાર્ક કરેલી ઇક્કો કાર નંબર DD03K2380 માંથી પણ પાર્ટની ચોરી થઈ હતી. એક પાર્ટની કિંમત રૂપિયા 20 હજાર છે. આ સાઈલન્સ પાર્ટની ચોરી કરતી કોઈ ચોક્કસ ગેંગ સક્રિય બની હોવાનું લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો