માનવ સેવા:પારડી મહેતા હોસ્પિટલમાં ડાયાલિસિસની નિઃશુલ્ક સારવાર

પારડી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેબિનેટ મંત્રીના હસ્તે સેવાઓ ખુલ્લી મુકવામાં આવી

પારડી શહેરમાં હેલ્પીગ ચેરિટેબલ ટ્રસ્ટ અને હાઇવે સ્થિત આવેલી મહેતા હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે કિડની કેર અને ડાયાલિસિસ સેન્ટરનો તેમજ એમ્બ્યુલન્સનો વિધિવત લોકાર્પણ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને કેબિનેટ મંત્રી કાનુભાઈના હસ્તે કરવામાં આવ્યો છે.

સેવાના ઉચ્ચ આદર્શોને વરેલી હેલ્પીંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સેવાનું વધુ એક ઉચ્ચ સોપાન સર કર્યું છે.પારડી હાઇવે સ્થિત મહેતા હોસ્પિટલમાં પાંચ ડાયાલિસીસ મશીન સાથેનું ડાયાલિસીસ યુનિટ તેમજ કિડનીને લગતા વિવિધ રોગોના નિદાન તથા ઉપચાર હેતુ કિડની કેર યુનિટનું તેમજ દર્દીઓની સહૂલિયત અર્થે એક એમ્બ્યુલન્સનું લોકાર્પણ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તેમજ કેબિનેટ મંત્રી કનુભાઇ દેસાઇ ના હસ્તે કરવામાં આવ્યું છે.આ પ્રસંગે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, મુખ્ય દાતા મનસુખભાઈ ખડાવાલા ના પરિવારજનો પારડી નગરપાલિકા પ્રમુખ હસુભાઈ રાઠોડ,કારોબારી અધ્યક્ષ ગજાનંદ માંગેલા, પાલિકાના માજી કારોબારી અધ્યક્ષ દેવેનભાઈ શાહ,ડો મુકેશ જાદવ,મોહમદ નલવાલ સહિતના અગ્રણીઓ લોકાર્પણ પ્રસંગે હાજર રહ્યા હતા.આ પ્રસંગે ઉપસ્થિત રહેલા દરેક અગ્રણીઓનું સંસ્થાના ચેરમેન ડો,પ્રફુલ મહેતા,વાઇસ ચેરમેન શરદ દેસાઈ,કેતન જોશી,અજય શાહ,નીતિનભાઈ વગેરેએ કર્યું હતું.

કિડનીના દર્દીઓ એ કિડની કેર તેમજ ડાયાલિસીસ માટે વલસાડ સાથે અન્ય શહેરોમાં દૂર સુધી લંબાવુ પડતું હતું ત્યારે પારડી શહેરમાં પ્રારંભ થતા દર્દીઓને રાહત થઈ છે. અને સરકારની પીમ જન આરોગ્ય યોજના અને માં કાર્ડ જેવી યોજના હેઠળ દર્દીને નિઃશુલ્ક ડાયાલિસી સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે.

કાર્યક્રમનું સંચાલન સંસ્થાના કાર્યકર્તા એવા ડો નીલમબેન મહેતા,પ્રિતેશભાઇ ભરૂચા,અને પ્રેમલ ચૌહાણ, નીતિનભાઈએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...