પારડી પોલીસે હથિયારની બાતમી આધારે હાઇવેની હોટલ ફાઉન્ટન માં રેડ કરતા અહીં દારૂની મહેફિલ માણતા 4 ઇસમો રંગે હાથ ઝડપાઇ ગયા હતા. પારડી ફાઉન્ટન હોટલના રૂમ નંબર 105 દારૂની મહેફિલ માણતા હોવાની બાતમી પીએસઆઇ કે એમ બેરિયાને મળતા સ્ટાફ સાથે છાપો માર્યો હતો. રૂમમાં ઇંગલિશ વિસ્કી દારૂની મહેફિલ માણતા ડાહ્યાભાઈ વશરામભાઈ પીપરોતર રહે પોરબંદર,પરેશ ચમનભાઈ મંગરા રહે રાજકોટ,રોહિત સુરેશભાઈ આસોદરિયા રહે પારડી બાલાખાડી કર્મભૂમિ ગ્રીન સીટી,રવિન્દ્ર રમેશભાઈ યાદવ રહે ભેંસલાપાડા રંગે હાથ ઝડપાઈ જવા પામ્યા હતા.
પોલીસે વિઠ્ઠલભાઇ પાસે એક અડધી બોટલ અને 2 આખી બોટલ કબજે લીધી હતી તેમજ આ દારૂની મહેફિલ માણવા માટે વપરાશમાં લીધેલી કાર પણ કબજે લઇ ચારેય વિરોધ ગુનો દાખલ કરી સળિયા પાછળ ધકેલી દીધા હતા..જોકે પારડી પોલીસને આ કેસમાં હોટલમાં ગેરકાયદેસર હથિયાર હોવાની માહિતી મળી હતી.પરંતુ છાપો મારતા દારૂની મહેફિલ ઝડપાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.