પારડી પોલીસે ફક્ત પાંચ દિવસની તપાસના અંતે આત્મહત્યામાં હત્યાનો ગુનો ઉકેલવામાં સફળતા મળી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આત્મહત્યા લાગતી ઘટના પાછળ પતિ-પત્ની અને વો નો કિસ્સો તપાસમાં બહાર આવ્યો છે.
પારડીના સરોધી ગામે બરવાડી ફળીયા ખાતે રહેતી ત્રણ સંતાનોની માતા મનિષાબેન પ્રકાશભાઈ પટેલ વાપીની મેરીલ લાઈફ કંપનીમાં નોકરી કરતી હતી. લગભગ દોઢ વર્ષ અગાઉ તેના સહકર્મી એવા એક સંતાનનો પિતા દર્શન રમેશભાઈ પટેલ રહે પોણીયા પારડી સાથે આંખ મળી ગઈ હતી. પ્રેમી દર્શન પ્રેમિકા મનીષાને ઘરે પણ અવાર નવાર મળવા આવતો હોય પતિ પ્રકાશ સાથે ઝઘડો રોજિંદો બની ગયો હતો. પ્રેમ સંબંધમાં પતિ આડખીલીરૂપ હોય કાંટો કાઢી નાખવા પ્રેમી સાથે મળી યોજના બનાવી 6 એપ્રિલે રાત્રે પ્રકાશ ઘરે સૂતો હતો ત્યારે પ્રેમી દર્શન ત્યાં પહોંચી તેના માથામાં લાકડાના ફટકા મારી બેભાન કરી ગળું દબાવી હત્યા કરી નાખી હતી.દર્શન અને મનીષાએ હત્યાને આપઘાતમાં ખપાવવા પ્રકાશની લાશને ઇકો કારમાં ઉદવાડા અને પારડી રેલવે ટ્રેક વચ્ચે નાંખી દીધી હતી. અને તેની બાઈક પણ લાવી રેલવે ટ્રેક નજીક બિનવારસી મૂકી ઘરે ચાલી ગયા હતા.
બીજી તરફ રેલવે ટ્રેક પર ફેંકેલી લાશ પર ટ્રેન પસાર થતા લાશના ટુકડે ટુકડા થઈ ગયા હતા. પોલીસને પ્રાથમિક તપાસમાં આત્મહત્યાની ઘટના લાગી હતી. પરંતુ પારડી પી.એસ.આઇ. ગોહિલને ઘટના શંકાસ્પદ જણાતા તેમણે હેડ કોન્સ્ટેબલ કાનજીભાઈ તેમજ દશરથ સાથે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી જેમાં તપાસ દરમિયાન મનીષા અને તેના પ્રેમી ઉપર શંકા જતા બંનેની સઘન પુછપરછ કરતા બંને ભાંગી પડીય હતા અને ગુનો કબૂલતા બંનેની ધરપકડ કરી હતી.
પિતાની હત્યાની ઘટના 15 વર્ષની દીકરીએ બારણાના બાકોરામાંથી નિહાળી
મનીષા અને દર્શન જ્યારે ગુનાને અંજામ આપી રહ્યા હતા ત્યારે તેમની 15 વર્ષની દીકરીએ પિતાની હત્યા દરવાજાના બાકોરામાંથી નિહાળી હતી.તેમજ મૃતકની માતાએ પણ ઘટનાની રાત્રે વાહનો અને કોઈની અવર જવર થઈ હોવાનું પોલીસને જણાવતા તપાસમાં ઘરમાં તથા બોરિંગના ભાગેથી લોહીના નિશાન મળી આવ્યા હતા. પોલીસે મનીષા અને દર્શનની પૂછપરછ કરતાં બંને ભાંગી પડ્યા અને ગુનાની કબૂલાત કરી લીધી હતી.
દોઢ વર્ષના પ્રેમમાં મનીષા તેના પતિનો 20 વર્ષનો પ્રેમ ભૂલી હતી અને તેનો પતિ તેને કાંટા રૂપ લાગતો હોય છુટાછેડા માટે અગ્રણીઓ વચ્ચે બેઠક પણ થઇ હતી.
પતિ વિદેશમાં નોકરીએ ગયો હતો ત્યારેમનીષાની આંખ દર્શન સાથે મળી ગઇ
હત્યા માટે મનીષા અને દર્શન એકાદ મહિનાથી હત્યાનો પ્લાન બનાવતા હતા. મોટી દીકરી અને નાનો દીકરો મામાને ત્યાં રહેતા રાત્રીએ 15 વર્ષની દીકરી સુઈ જતા પ્લાન મુજબ બંનેએ ફટકો મારી ગળું દબાવી હત્યા કરી હતી. દર્શનની ઈક્કો કાર રેલવે ટ્રેક પર લાશ મૂકી રેલવે ટ્રેક મુકી દીધી ને તેના પરથી ટ્રેન જ્યાં સુધી પસાર ન થયા ત્યાં સુધી બેઠા રહ્યા હતા જે બાદ ફરી સ્પ્લેન્ડર બાઈક લઇ જઈ રેલવે ટ્રેક પર મૂકી આવ્યા હતા.પ્રકાશ વિદેશમાં સેન્ટીંગ મજૂરી કામે ગયો હતો અને એક વર્ષ અગાઉજ વિદેશથી આવ્યો હતો વિદેશમાં પતિ રહેતા પત્નીનો કંપનીમાં કામ કરતાર સહ કર્મી જોડે આંખ મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.