પારડી તાલુકાના સોનવાડા ગામે પૈસાના મામલે માતા-પિતા સાથે બોલાચાલી કરી સગા પુત્રએ લકવાગ્રસ્ત પિતા, માતા અને બહેનને ઢીબી નાંખી હતી. સોનવાડા ગામે બ્રાહ્મણ ફળિયામાં રહેતા લકવાગ્રસ્ત ઈશ્વર ગુલાબભાઈ પટેલનો એકનો એક પુત્ર હિરેન ગત શુક્રવારે ઘરે આવી પિતાને કલમો કાપી પૈસા એકલા ખાઈ જવાના છે.
પૈસા ક્યાં છે મને આપો કહીં ઝઘડો કરી પિતા ઈશ્વરભાઈ, માતા મીનાબેન તથા થોડા દિવસો અગાઉ જ પિયર આવેલી બહેન દર્શનાને માર માર્યો હતો અને કલમોના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ મામલે માતા મીનાબેને પારડી પોલીસ માંથી આવી સમગ્ર બાબત જણાવી પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ આધારે પુત્રને ઝડપી પાડવા માટે બીટ જમાદાર ઉમેશ ગુજજરે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.