તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:પારડી ખડકીની રેમન્ડ કંપનીના ગોડાઉનમાં શોર્ટ સર્કિટથી આગ

પારડી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પારડી,અતુલ,વાપી,વલસાડ સહિતના ફાયરની ટીમે આગ કાબૂમાં લીધી

પારડી તાલુકાના ખડકી ગામે આવેલી રેમન્ડ કંપનીના ગોડાઉનમાં ઉપરના ભાગે યાન નો જથ્થો હતો.જેમાં મંગળવારે શોર્ટ સર્કિટથી આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. પ્રથમ તો આગ લાગ્યાનું ગોડાઉન પર હાજર કર્મચારીઓને ધ્યાને જતા તેઓએ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો.જોતજોતામાં યાનના જથ્થામાં વધુ આગ ફેલાઈ હતી. અને ધુમાડાના ગોટા ગોટા બહાર નીકળતા ભયાનક દ્રશ્યને લઈ કંપની સંચાલકો માં દોડધામ મચી ગઈ હતી. ખડકી રેમન્ડ કંપનીમાં બેસેલા ઉચ્ચ હોદ્દાના કર્મચારીઓ દોડતા થઇ ગયા હતા.

અને ગોડાઉન પર આવી પહોંચ્યા હતા,આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા પારડી નગર પાલિકાની,અતુલ લિમિટેડની, વલસાડ પાલિકા, વાપી જીઆઇડીસી અને વાપી નગર પાલિકા મળી એક પછી એક એમ પાંચ જેટલી ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી, ગોડાઉનના ઈન આઉટ દ્વાર પર ધુમાડાના ગોટાને લઇ ફાયર વિભાગની ટીમને અંદર પ્રવેશમાં મુશ્કેલી પડી હતી અને જેસીબી મંગાવી બારી તોડી ધુમાડો બહાર કાઢવાનો માર્ગ ખુલ્લો કર્યો હતો અને બારી વાટે પણ પાણી મારો શરૂ કરાયો હતો. મોડી સાંજ સુધી પાણી મારો કરી આગ પર કાબુમાં લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...