પારડીના અંબાચ ગામે આવેલી ખાનગી માલિકીની જગ્યા દસ્તાવોજોમાં ચેડા કરી પચાવી પાડવાના ગુનામાં સરોધીના 4 સહિત મામલતદાર કચેરીના અધિકારી-કર્માચારીઓ સામે છેતરપિંડીની ફરીયાદ નોંધાવાઇ છે. પારડી તાલુકાના સરોધી સિંઘા ફળિયામાં રહેતા વિજય બાબુભાઈ પટેલએ અંબાચ ખાતે આવેલી જૂનો બ્લોક નંબર 408 અને નવા બ્લોક નંબર 2250 વળી જમીન તારીખ 14/3/1969 ના રોજ દિનુભાઇ ઉર્ફે રામુભાઈ લલ્લુભાઈ , ચીમનભાઈ લલ્લુભાઈ અને છોટુભાઈ લલ્લુભાઈ પાસેથી 399 રૂપિયામાં શાંતાબેન છીબુભાઈ પટેલ રહે સરોધી સિંઘા ફળીયાનાએ વેચાણે રાખી હોવાની ખોટી એન્ટ્રીના આધારે શાંતાબેનના અવસાન બાદ એમના વારસદારો વિજય છીબુ પટેલ, વિનય છીબુ પટેલ, સંજય છીબુ પટેલ અને હેમા છીબુ પટેલના ઓએ એકબીજાના મેળાપીપણામાં ખોટું અને બનાવટી લખાણ કરી સરકારી દસ્તાવેજોમાં છેડા કરી પારડી મામલતદાર કચેરીના કર્મચારી તથા અધિકારીઓના મેળાપીપણામાં આ જમીન પચાવી પાડી હતી
જેને લઇ જમીનના મૂળ માલિક દોલતભાઈ ચીમનભાઈ મૈસુરીયા રહે પ્લોટ નંબર 03 3, શ્રી વિનાયક સોસાયટી આર.જે.જે સ્કૂલની સામે, તીથલ રોડ વલસાડએ પારડી પોલીસ મથકે આ તમામ વિરુદ્ધ છેતરપિંડી અને ખોટુ અને બનાવટી લખાણ કરી સરકારી દસ્તાવેજોમાં છેડા કરી જમીન પચાવી પાડી અંગેની ફરિયાદ નોંધાવી છે પારડી પોલીસે વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ચેડા કરનાર એ અધિકારી- કર્મચારી કોણ
પારડી તાલુકાના ગામોમાં વર્ષ 2006 પછી ખેતીની અને એનએ જમીનના ભાવોમાં તોતીંગ ઉછાળો આવ્યો હતો. જે બાદ ભાવો સતત વધતાજ રહેતા ભૂ માફિયાઓનો ડોળો ગામડાની ખેતીની જમીન ઉપર પડવા માંડ્યો છે. અત્યાર સુધીમાં એનક કિસ્સા એવા સામે આવ્યા છે જેમાં સરકારી દસ્તાવેજો સાથે ચેડા કરી ખાનગી માલિકીની જમીન બારોબાર વેચી મારવાની કે પચાવી પાડવામાં આવી હોય. આવા કીસ્સામાં સરકારી જમીનના દસ્તાવેજો સાથે ચેડા અધિકારીઓ કે કોઇ કર્મચારીઓની સામેલગીરી વિના શક્ય નથી તો આ કિસ્સામાં એ જવાબદાર અદિકારી કે કર્માચારી કોણ છે તેને ઉઘાડા પાડી કડક કાર્યવાહીની જરૂર હોવાનું લોકોનું માનવું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.