સામ સામી ફરિયાદ:પંચલાઈમાં જમીનમાં ખેતી કરવા મુદ્દે બે પરિવારો વચ્ચે મારામારી

પારડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંને પક્ષની પારડી પોલીસમાં સામ સામી ફરિયાદ

પારડીના પંચલાઇમાં જમીનમાં ખેતી કરવા મુદ્દે બે પરિવાર વચ્ચે મારા મારી થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પારડી પોલીસ મથકે એક પક્ષે ધર્મેશ પરભુભાઇ પટેલ રહે પંચલાઇ મોટા ફળિયા એ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં ગત 23 મેએ તેમના ઘર નજીક ખેતરમાં રોપેલા રીંગણ જોવા ગયા ત્યારે બાજુના ખેતરમાં તેમના ફળિયામાં રહેતા વિનોદ,રમેશ તેમજ દીપક ખેતરમાં રોપેલી જુવારને કાપી રહ્યા હતા.

જોકે આ ખેતરનો કેસ કોર્ટમાં ચાલતો હોય આવુ કરવા ના પાડતા ત્રણેયએ ઉશ્કેરાઇ જઇ બોલાચાલી કર્યા બાદ લાકડાંથી ધર્મેશને માર માર્યો હતો. મારામારીનો અવાજ તેની પત્ની ટીના બેન અને માતા રમીલાબેન સાંભળાંતા દોડી ગયા આવી ધર્મેશને બચાવ્યો હતો.ત્રણેયે જતા જતા મારી નાંખવાની ધમકી આપી હતી.

જ્યારે બીજા પક્ષે વિનોદ રમેશભાઈ પટેલે ધર્મેશ પ્રભુભાઈ પટેલ અને તેમની માતા રમીલા સામે જમીન બાબતે ઝઘડો કરી જૂની અદાવતમાં ગાળાગાળી કરી વિનોદને ઢીકક મૂકીનો તથા તેના પિતા વચ્ચે પડતાં તેમને પણ લાકડીથી માર માર્યાની અને જાનથી મારી નાખીવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સામસામી ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...