પારડીના કોથરવાડી વિસ્તારમાં રસ્તો બંધ કરવાની અદાવતે બે જૂથ સામસામે થયા હતાં. મામલો વધતા બંને વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. જેને લઇ બંને પક્ષે પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે અટકાયતી પગલા લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પારડી શહેરમાં કોથરવાડી શિવનગરમાં રહેતા કંચનબેન કિશોરભાઈ પટેલના ઘરે 26 જાન્યુઆરીના રોજ પૂજા હોવાથી રસ્તો બંધ કર્યો હતો. જે રસ્તા પરથી મોપેડ લઈ ઘરે જવાના મુદ્દે પડોશમાં રહેતા રવિન્દ્ર રામલાલ બિન્દ્રાએ ઝઘડો કર્યો હતો.
જેની અદાવતમાં મંગળવારે રાજેશ બાબુ હળપતિ, ઉષાબેન સંજય હળપતિ .નિતાબેન મુન્નાલાલ મેવાલાલ બ્રિન્દ્રા તેમજ કંચનબેન પટેલ,પીન્કીબેન અનિલભાઈ શાહ,કિરણ સમીરભાઈ પટેલ વચ્ચે ઝઘડો થયો જે મારામારી સુધી પહોચતા અનિલ કિશોરભાઈ પટેલને માથામાં લાકડાનો ફટકો વાગતા લોહીલુહાણ થઈ ગયો હતો.
રાવીન્દ્ર નીચે પડી જતા માથામાં ઘવાયો હતો બંને જૂથે એક બીજાને મારી નાંખવાની ધમકી આપી હતી.આ ઘટનાની જાણ થતાં પારડી પોલીસે બંને જૂથના લોકોની સામસામી ફરિયાદ નોંધી બંને પક્ષના લોકોની ધરપકડ કરી હતી.મારમારીમાં કંચનબેન ,પીન્કી તેમજ કિરણ બેને પારડીની એક હોસ્પિટલમાં સારવાર લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.