આપઘાત:પરીયામાં આર્થિક તંગીથી કંટાળી બે સંતાનના પિતાએ ઝેર પીધું, તબિયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલમાં

પારડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પારડીના પરીયા ગામે રહેતા બે સંતાનના પિતાએ આર્થિક તંગીથી કંટાળી કીડી મારવાનું ઝેર પી જતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખેસડવાની નોબત આવી હતી. પારડી તાલુકાના પરિયા ગામે બરવાડી ફળિયામાં રહેતા અને વાપી મેગાફાઇન કંપનીમાં નોકરી કરતા કેતનભાઇ હરીશભાઈ પટેલ ગત બુધવારના સવારે વહેલી ઉઠી પરિવારને કશું કહેવા વગર ઘર બહાર બાઈક લઈ નીકળી ગયા હતા જે બાદ પરત ફરી તેવો બાથરૂમમાં ગયા હતા

જ્યાં થી બહાર નીકળી વોમીટ કરતા તેમની પત્ની દીપિકાબેન ગભરાઈ હતી અને તબિયત નથી સારી કે પૂછ્યું હતું જે અંગે કેતનભાઇએ કહ્યું કે પોતે આર્થિક તંગીથી કંટાળી ગયો હોય ટેન્શનમાં આવી કીડી મારવાનું ઝેર પી ગયો છું.આ જાણ થતા દિપીકાબેને બૂમાબૂમ કરી મૂકતા તેની સાસુ અને દેરાણી દોડી આવી ગયા હતા અને પડોશી મારફતે કેતનભાઇને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...