આપઘાતનો પ્રયાસ:આર્થિક તંગીથી કંટાળી આધેડે પ્રેસર- ઉંઘની ગોળી ગટગટાવી

પારડી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પારડીના આધેડ સારવાર માટે સિવિલમાં

પારડી શહેરમાં ખોડિયાર નગરમાં રહેતા અને કોરોના કાળમાં આર્થિક તંગીથી કંટાળી ગયેલા આધેડે જીવન ટૂંકાવવા પ્રેસર અને ઊંઘની ગોળીઓ ગટગટાવી લેતા સારવાર માટે સિવિલમાં ખસેડ્યા હતાં. કોરોના વૈશ્વિક મહામારીના કારણે દરેક ધંધા રોજગરમાં અસર પહોંચી છે. ત્યારે ટીવી રિપેરિંગનું કામ કરતા અને પારડી શહેરમાં ખોડિયાર નગર મીથાલી એપાર્ટમેન્ટમાં રૂમ નંબર 304માં રહેતા ઉર્વેશભાઈ મનસુખલાલ દલાલ ઉવ 53ને પણ ધંધામાં અસર પહોંચતા તેવો આર્થિક તંગ અનનુભવી રહ્યા હતા.

આર્થિક તંગીને લઈ ઘરમાં પત્ની સાથે બોલાચાલી થવા લાગી હતી જેને લઇ ઉર્વેશભાઈએ ઘરે મંગળવારે રાતે ઊંઘની 10 અને પ્રેસરની ગોળી ગળી ગયા હતા. જે બાદ બીજા દિવસે ફરી ઉંઘની ગોળી ગળી જઇ જીવતર ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમને વલસાડ સિવિલમાં સારવાર માટે દાખલ કરાયા છે. અંગે સિવિલ હોસ્પિટલના તબીબે પારડી પોલીસ મથકે જાણ કરતા બીટ જમાદાર અનિલભાઈએ નિવેદન લેતા હકીકત બહાર આવવા પામી છે.