તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ડહેલી ગામે ટેમ્પોએ બાઇકસવાર 2 વિદ્યાર્થીને અડફેટે લેતા પરિવારે એકનો એક પુત્ર ગુમાવ્યો

પારડીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
અકસ્માતમાં મોતને ભેટેલો પિનલ અને ઈજાગ્રસ્ત આરંભ સારવાર હેઠળ. - Divya Bhaskar
અકસ્માતમાં મોતને ભેટેલો પિનલ અને ઈજાગ્રસ્ત આરંભ સારવાર હેઠળ.
 • ધોરણ10ના બંને વિદ્યાર્થી ફલધરા હાઈસ્કૂલમાં જતા હતા, મિત્ર ઈજાગ્રસ્ત

પારડીના ડહેલી ગામે નિશાળ ફળિયામાં રહેતા અને ફલધરા હાઈસ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થી પિનલ ગણેશભાઈ પટેલ ઉવ. 17 અને આરંભકુમાર શંકરભાઈ પટેલ ઉવ. 17 શુક્રવારે સવારે પલ્સર બાઈક નંબર GJ15 AH3740 પર ઘરેથી સ્કૂલે જવા નીકળ્યા હતા ત્યારે ડહેલી મંદિર ફળિયા માર્ગ પરના વળાંક પર માટી ભરી પુર ઝડપે જતા ટેમ્પો નંબર GJ 15X6991ના ચાલકે બાઇકને અડફેટે લઇ ટેમ્પો મુકી ભાગી ગયો હતો.

અકસ્માતમાં બંને વિદ્યાર્થી ગંભીર રીતે ઇજગ્રસ્ત થઇ લોહીલુહાણ હાલતમાં માર્ગ પર પટકાતા આજુ બાજુના લોકોએ દોડી આવી 108 એમ્બ્યુલન્સ બોલાવી બંને પારડી ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે પિનલને મૃત જાહેર કર્યો હતો પિનલ પરિવારનો એકનો એક પુત્ર હતો. જ્યારે આરંભને ફેક્ચર સાથે ગંભીર ઇજા હોય હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પીએમ કરાવી ટેમ્પો ચાલકને ઝડપી પાડવા વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બહેનને ત્યાંથી બાઇક લાવ્યો હતો
પીનલના માતા પિતા છૂટક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સ્કુલમાં તેના સહ વિદ્યાર્થીઓની બાઇક ઉપર કે અન્ય રીતે જતો હતો. અઠવાડિયા અગાઉ જ તેના ફોઈની દીકરીને ત્યાંથી બાઇક સ્કૂલે જવા લઇ આવ્યો હતો. ફળિયામાં રહેતા આરભ સાથે સ્કૂલે જવા નિકળતા અકસ્માતનોે ભોગ બન્યો હતો. ઇજા ગ્રસ્ત આરભના માતા પિતા ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

મોટા વાહનો બેફામ ચલાવતાં અકસ્માત
હાલ ખનન પ્રવૃતિ સાથે સંકળાયેલા મોટા વાહનોની સ્પીડ વધુ રહે છે. આ વિસ્તારમાં શુક્રવારે એક ઇંટના ભઠ્ઠા વાળા માટી ખનન કરેલી માટી લેવા ટેમ્પો જતા અકસ્માત સર્જ્યો હતો. સરપંચ બિપિન પટેલે જણાવ્યુ હતું કે ગેરકાયદેસર માટી ખનન માટે સરપંચ કાર્યવાહી કરવા જાય તો તેના પર પણ માટી ખનન વાળા પૈસા લેવા કાર્યવાહી કરો તેવા આક્ષેપ કરતા હોવાથી આ વિસ્તારમાં ખનન પ્રવૃતિ બિન્દાસ ધમધમે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો