હાલાકી:ગોઈમામાં આઝાદીના 75 વર્ષે પણ પુલની માંગ સંતોષાય નહિ

નાનાપોઢા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંસદના દત્તક ગોઈમા ગામમાં લોકોને સમસ્યા
  • દર વર્ષે કોઝવે ઉપર વરસાદી પાણી ફરી વળતા હાલાકી

પારડી તાલુકાના ગોઈમા ગામે આવેલી કોલક નદીના ઢીઢણીયા ઓવારે સ્મશાનના ઘાટ પાસે નદીએ લીધેલું રોદ્ર સ્વરૂપથી નદીનો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જ્યારે ગોઈમાં ગામનું એક ફળિયું કોલક નદીના બીજા છેડે આવેલું છે. કપરાડા ધારાસભ્ય અને પારડી તાલુકાના ધારાસભ્ય થતા વલસાડ ડાંગના સંસદ પોતાનો મત વિસ્તાર આવેલો છે. સાંસદ ડૉ. કે.સી પટેલનું ગોઈમાં ગામ દત્તક લીધેલું ગામ છે.

તે ગોઈમાગામમાં ડૉ. કે.સી.પટેલનો વોટબેંક હોવાનું મનાય છે. પરંતુ આઝાદીના 75 વર્ષે પણ ગોઈમાં ગામના ઢીઢણીયા ફળીયામાં કોલક નદી ઉપર પુલની જે માંગ ઉઠી છે તે વર્ષો નીકળી ગયા છતાં પૂર્ણ થઇ નથી. અંભેટી ગામને અડીને આવેલું ગોઈમા ગામનું એક ફળિયું કોલક નદીના બીજા છેડે આવેલું છે, તે ફળિયાના લોકો સરપંચનો દાખલો લેવા તલાટી પાસે કોઈ કામ માટે અથવા તો પારડી, ઉદવાડા, વલસાડ દવાખાને જવા માટે આ રસ્તો શોર્ટકટ છે. 30 મિનિટમાં દવાખાને પહોંચી જવાય છે.

પરંતુ ચોમાસુંમાં આ ફળિયાના લોકો થતા અંભેટી ગામના, સુખાલા, ધોધડકુવા, વાજવડ, બાલચોઢી, કાકડકોપર, કોઠાર, વગેરે ગામના લોકો કંપનીમાં મજૂરી કામે મૌર્ય, ઉદવાડા, પરિયા, પારડી, અતુલ થતા દમણ, વલસાડ તરફ જવા માટે 45 કિલોમીટર ચકરાવો મારી જવું અને આવવું પડતું હોય છે. આ વિસ્તારના લોકો ચોમાસામાં ઘણી મુશ્કેલી વેઠી રહ્યાં છે.

તંત્ર અને નેતા લોકોને અનેક રજુઆત બાદ પણ ગોઈમાં ગામના ઢીઢણીયા ફળીયાના લોકોની હાલત કફોડી બની છે. એક કલાક વરસાદ વરસે એટલે કોઝવે ઉપર પાણી ફરી વળે છે. એટલે આ વિસ્તારના લોકો આઝાદીના 75 વર્ષે પણ ખરાબ સ્થિતિનો સામનો કરતા આવ્યા છે. તેમ છતાં કોઉ નેતા મળ્યો નહિ કે ઢીઢણીયા ફળીયામાંથી પસાર થતી કોલક નદી ઉપર પુલ બનાવે અને લોકોની સમસ્યાનું હલ કરી શકે.

દર ચોમાસે હાલાકી, નેતા સાંભળતા નથી
સ્મશાનભૂમિની અંદર પણ પાણી ફરી વળ્યું છે દરેક ચોમાસામાં લોકો પરિસ્થિતિનો સામનો કરતા આવ્યા છે અને અહીં પુલ બને તેની માંગ તમામ નેતાઓ પાસે કરી છે પરંતુ ગામના લોકોનું કોઈ નેતા સાંભળતા નથી અને કદર કરતા પણ નથી એટલે પરિસ્થિતિ વર્ષોથી જે છે તેજ છે.- અમ્રતભાઈ પટેલ, સ્થાનિક અગ્રણી

અન્ય સમાચારો પણ છે...