ચૂંટણી:પારડી સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકના પ્રમુખ- ઉપપ્રમુખની ચૂંટણી સંપન્ન

પારડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રમુખ તરીકે મંગુ આહીર ઉપપ્રમુખ તરીકે ધીરૂ પટેલની વરણી

પારડીની ધ ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લિમિટેડના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી જેમાં પ્રમુખ તરીકે પારડીના મંગુભાઈ નાનાભાઈ આહિર અને ઉપપ્રમુખ તરીકે ડુમલાવ ના ધીરુભાઈ ઉકાભાઈ પટેલ ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

ધ ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકની ચૂંટણીમાં મંગુભાઈ આહીર ,મોહનભાઇ ડાહ્યાભાઇ પટેલ તથા સભ્ય તરીકે નવીનભાઈ નાગરભાઈ પટેલ ધીરુભાઈ ઉકાભાઈ પટેલ હાજર રહ્યા હતા અને ચારે વચ્ચે પ્રમુખ-ઉપપ્રમુખની યોજાયેલી ચૂંટણીમાં સર્વાનુમતે નવા પ્રમુખ તરીકે મંગુભાઈ આહીર પારડી પોણીયા અને ઉપપ્રમુખ તરીકે ધીરુભાઈ ઉકાભાઈ પટેલ ડુમલાવની સર્વાનુમતે નિમણુંક કરાઇ હતી આ ચૂંટણી દરમિયાન અતિથિવિશેષ તરીકે પારડી પાલિકાના પ્રમુખ હસમુખભાઈ રાઠોડ અને છગન ભાઈ આહીર હાજર રહ્યા હતા.

બેંકના મેનેજર વી.આર.પંડ્યા તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મંગુભાઈ આહીર અને ધીરુભાઈ પટેલ બંને જણાને વધાવી લીધા હતા મંગુભાઈ આહીર ખેતી બેંક પારડીના નવા પ્રમુખ બનતા તેઓએ ખેડૂતોને લોન લેવા માટે આવાહન કર્યું હતું એક જમીનમાં ખેડૂતોને એક લાખ સુધીની લોન ખેતી બેંક આપશે અને ખેડૂત લક્ષી તમામ કામો ખેતી બેંક દ્વારા કરવામાં આવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...