તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:ઘર બાંધતા આર્થિક મંદીથી સરકારી કર્મીએ ઝેરી દવા પીધી, પારડીની ખાનગી હોસ્પિટલ ખસેડાયો

પારડી20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

પારડીના આમળી ગામે આર્થિક મંદીથી સરકારી કર્મચારીએ દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પારડી તાલુકાના આમળીગામે પટેલ ફળિયામાં રહેતો અને સુરત ખાતે પોસ્ટ ઓફિસમાં નોકરી કરતો પ્રમોદ રઘુભાઈ પટેલ ઉમર વર્ષ 25 હાલમાં તે આમળી ગામે નવું ઘર બનાવી રહ્યો છે. અને આ નવું ઘરના બાંધકામ દરમિયાન સરસામાન લાવવા માટે તેની આર્થિક મંદી અનુભવાતી હોવાથી પ્રમોદ ટેન્શનમાં રહેતો હતો.

ટેન્શનમાં રહેતો પ્રમોદે ગત શનિવારના સાંજે લગભગ સાડા ચારેક વાગ્યે તેના ઘરે ફોરેટ નામની ઝેરી દવા પી જઈ આપઘાત નો પ્રયાસ કરી દીધો હતો. આ અંગે ઘરમાં હાજર તેની માતાને જાણ થતાં તે ગભરાઇ ગયા હતા અને આ ઘટના અંગે બોરલાઈ ખાતે પરણેલી તેની દીકરી યામિનીને જાણ કરી હતી જેને પગલે યામિની આમળીગામે પહોંચી હતી અને ભાઈ પ્રમોદને બાઈક પર સારવાર માટે પારડી મોહન દયાળ હોસ્પિટલ લાવી દાખલ કર્યો છે જોકે આ મામલે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો