તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રિપલ અકસ્માત:રાઇટ સાઇડમાં જતાં બે વાહનના ચાલક ભૂંજાયા, રોંગ સાઇડે ઘૂસાડનારનો બચાવ

પારડી20 દિવસ પહેલા
  • કૉપી લિંક

પારડી ચંદ્રપુર નજીક હાઇવે ઉપર સોમવારે મોડી રાત્રે વિચિત્ર અકસ્માત બાદ ત્રણ વાહનમાં લાગેલી આગની ઘટનામાં રોંગ સાઇડથી ડિવાઇડર કૂદીને આવેલું કન્ટેનરે અન્ય બે ટેમ્પોમાં અથડાયા બાદ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં કન્ટેનરનું કેબિન તૂટીને છુટું પડી જતા ચાલકનો બચાવ થયો હતો જ્યારે બંને ટેમ્પો ચાલક મોતને ભેટ્યા હતા.

સુરતથી વાપી તરફ પૂરઝડપે જઇ રહેલા કન્ટેનર નંબર ડીડી01 સી- 9046ના ચાલક ફાગુરામ પ્રભુદયાળ ચૌરસિયા ઉ.વ. 48, રહે. અકલેશ્વર જીઆઇડીસી, મૂળ રહે. છપિયા, સુખરામપુર, બલરામપુર ઉત્તરપ્રદેશ પારડી હાઇવે સ્થિત ચંદ્રપુર નજીક કાબુ ગુમાવતા કન્ટેનર રોંગ સાઇડે સુરત તરફ જવાના ટ્રેક ઉપર ધસી આવ્યું હતું જ્યા અન્ય બે ટેમ્પાને ટક્કર મારી દીધી હતી. જોરદાર ટક્કરથી ત્રણેય વાહનોમાં ગણતરીના સમયમાં જ આગ ફાટી નીકળી હતી. જેમાં આયશર ટેમ્પોનો નંબર એમએચ02 ઇઆર 8901નો 32 વર્ષનો ચાલક જશગીરી વસંતગીરી ગોસ્વામી રહે. જેરણગામ, ઝાલોદ રાજસ્થાન અને ટાટા ટેમ્પો નંબર ડીએન 09 યુ 9359માં આગ લાગવાથી ચાલક મંગલારામ જોયતાજી પુરોહિત કેબિનમાં જ સળગી જવાથી મરણ ગયા હતા. જ્યારે અકસ્માત સર્જનાર કન્ટેનર ચાલકનો અદભુત બચાવ થયો હતો. પારડી પોલીસે મૃતકના સંબંધી ચેતન ભંવરલાલ પુરોહિતની ફરિયાદ નોંધી અકસ્માત કરનાર કન્ટેનર ચાલક ફાગુરામ ચૌરસિયા સામે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...