તપાસ:બોગસ નંબર પ્લેટ સાથે કારચાલક પારડીથી ઝબ્બે

પારડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 નંબર પ્લેટ મળી, દારૂની હેરાફેરીની શંકા

એલસીબી ટીમના એલ.આર. પી.સી પરેશ તેમજ પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્ર દાન ખાનગી વાહનમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવા પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા. તે દરમિયાન તેમણે પારડી દમણીઝાંપા નેશનલ હાઇવે નંબર 48 પર શંકાના આધારે સફેદ કલરની વેન્યુ કાર નં MH43BN9461ને અટકાવી હતી અને તેમાં સવાર કાર ચાલક રવિ નારાયણભાઈ બલાલ રહે નવસારી છાપરા ગામ પાસે કારના સાધનિક જરૂરી એવા કાગડિયા માંગ્યા હતા.

તે અંગે તેણે ગલ્લાતલ્લા કર્યા હતા જેથી પોલીસે આ કારની તલાસી લેતા કારના ડીકીમાંથી બે અલગ અલગ નંબર પ્લેટો મળી આવી હતી જેથી આકાર કોઈ છળ કપટ થી મેળવી અથવા ચોરીની હોવાની શંકા જતા પોલીસે આકારનો કબજો લઈ તેની તપાસ માટે વાપી એલસીબી ઓફિસ ખાતે લઈ જવામાં આવી હતી અને જ્યાં પોલીસે કાર સાથે ઝડપાયેલા રવિ ની પૂછપરછ કરતાં તેણે આ કાર નવસારી ખાતેથી દિપક અશોક દેવરે એ આપી અને સેલવાસ નરોલી ખાતે સંજય દેવરેને આપવા જવાનો હોવાની વાત કરી હતી જોકે આ સમગ્ર બાબતે પોલીસને શંકા જણાતા પોલીસે તેની ધરપકડ કરી છે નવસારીના બે ને વોન્ટેડ જાહેર તેના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.જો કે આ પ્રકરણમાં વાહન ચોરીનું નેટવર્ક અથવા સેલવાસથી આ કારમાં દારૂ ભરવા માટે ઉપયોગ કરવાનો હોવાની શક્યતા નકારી શકાતી નથી.

અન્ય સમાચારો પણ છે...