અકસ્માત:ડુંમલાવમાં પોલ સાથે મોપેડ અથડાતાં ચાલકનું મોત

પારડી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોહિણા ગામનો યુવક ઘરે જઈ રહ્યો હતો

પારડmી તાલુકાના રોહિણા ગામે લાખણ ફળિયા ખાતે રહેતો બળદેવભાઈ વેસ્તાભાઈ પટેલ ઉંમર વર્ષ 45 ગત શનિવારના રોજ કામ અર્થે પોતાની એકટીવા નંબર GJ-21-DR-2295 ઉપર સવાર થઈ સોનવાડા ગામે ગયા હતા.

જ્યાંથી તે ખેરલાવગામ બાદ પરત પોતાના ઘરે સાંજે આવી રહ્યા હતા.ત્યારે ડુમલાવ ગામે રાતડ ફળિયા ખાતે ખૂંટેજ ચાર રસ્તાથી ખેરલાવ જતા રોડ પર તેમણે મોપેડ પરથી કાબૂ ગુમાવતાં મોપેડ રોડની બાજુમાં આવેલા ઈલેક્ટ્રીક થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેને પગલે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા.

આ અકસ્માતનો અવાજ સાંભળી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે પારડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં રવિવારના રોજ બળદેવભાઈનું સારવાર દરમિયાન મોત નિપજવા પામ્યું છે. આ બનાવ સંદર્ભે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પારડી પોલીસે પીએમ કરવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...