પારડી હાઇવે બ્રિજ પર મંગળવાર રાત્રે બાઇક ચાલકે સ્ટેઇરિંગ પરછથી કાબૂ ગુમાવતા સર્જાયેલા અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નિપજ્યું હતું. પારડી દમણગંગા બિલ્ડીંગ પાસે ક્રિષ્ના બંગલો ખાતે રહેતા નીતિનભાઈ ધનજીભાઈ ગજરા ઉવ 36 ગત મંગળવારે રાત્રે 10 થી 11 વાગ્યેના સુમારે બાઇક નંબર DD-03-F-4153 પર વાપી થી વલસાડ તરફ જઈ રહ્યો હતો.
ચંદ્રપુર હાઇવે ફ્લાઈ ઓવરબ્રિજ પર નીતિને સ્ટેઇરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇક હાઇવેના ત્રીજા ટ્રેક પર કોન્ક્રીટની રેલિંગ સાથે અથડાતા હાઇવે પર પટકાયો હતો જેમાં તેમને મોઢાના તેમજ હાથ પગમાં ગંભીર ઇજા પહોંચતા એકત્ર થયેલા લોકોએ 108માં પારડી CHC ખસેડે તે પહેલા જ નીતિનનું મોત નિપજ્યું હતું.
આ અંગેની જાણ પોલીસને થતા CHC ખાતે પહોંચી લાશનો કબજો લઈ પી.એમ કરાવ્યું હતું. બુધવારે ઘટનાસ્થળે એફએસએલની મદદથી તપાસ હાથ ધરી હતી. બનાવની તપાસ બીટ જમાદાર કંચન ઠાકર કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.