હિટ એન્ડ રન:ઉભેલા 2 મજૂરને ઉડાવી કારચાલક ફરાર, ગંભીર રીતે ઘાયલ બંને મજૂરને 108માં હોસ્પિટલ ખસેડાયા

પારડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અકસ્માતમાં ઘવાયેલ મજૂર - Divya Bhaskar
અકસ્માતમાં ઘવાયેલ મજૂર

પારડીના સુખેશ ગામે રામપોર ફળીયામાં રહેતા અને મંડપ ડેકોરેશનનું કામ કરતા સુભાષ રતિલાલ પટેલ ગત રાત્રે મજૂરો સાથે ગામમાં તળાવની પાળ પર મંડપ બાંધી પરત ઘરે ફર્યા હતા.અને તેમના પાછળ તેમના મજૂરો કલ્પેશ ,ઉત્તમ અને વિનોદ બાઈક નં GJ-15-DJ-6753 પર મજૂરીના પૈસા લેવા સુભાષ ભાઈના ઘર સામે માર્ગ બાઈક પાર્ક કરી કલ્પેશ મજૂરીના પૈસા લેવા ગયો જ્યાંરે વિનોદ ગંગાભાઈ ચૌહાણ અને ઉત્તમ ગુલાબ ભાઈ ભવાર બાઈક સાથે ઉભા હતા ત્યારે સ્કોડા કાર નં DD-03 -E-0976 ના ચાલક પ્રતીક નાનુભાઈ પટેલ રહે સુખેશ દેવજી ફળીયાએ કારને પુરપાટ ઝડપે હંકારી બાઈક પાસે ઉભેલા બંને મજૂરને અફડેટમાં લઈ ભાગી ગયો હતો.

જેમાં બંને મજૂરો ગંભીર રીતે ઘવાતા તેઓને 108માં પારડીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.આ બન્ને મજૂરના પગ ભાગી જતા ઓપરેશન કરાયું હતું.ઘટના અંગે સુભાષ ભાઈએ પારડી પોલીસ મથકે કારચાલક પ્રતિક પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.

પારડી પોલીસે અકસ્માત સ્થળના સીસીટીવી મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે. આ માર્ગ ઉપર છાસવારે અકસ્માતો બનતા રહેતા હોય છે જેને લઇ નિર્દોશ જીવ ગુમાવતા હોય છે. બેફામ દોડતા વાહનો ઉપર કાબૂ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...