તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:પારડી કોર્ટની લોક અદાલતમાં 447 માંથી 287 કેસનો નિકાલ

પારડી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીજ કંપની- બેંકોના વ્યવહારના 7.52 લાખની વસુલાત

પારડી કોર્ટમાં શનિવારે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિવિલ, ,ક્રિમિનિલ, ખોરાકી, મારમારી મળી કુલ 447કેસો મુકવામાં આવ્યા હતા જે પૈકી 287 કેસોના બંને પક્ષોના અસીલોને સાંભળી સુખદ નિકાલ લવાયો હતો.સીનીયર જજ એમ.એ.શુક્લા , જજ વી.એ. ઠક્કર અને સિનિયર વકીલ ભરતભાઈ પટેલ. મહેશ ભટ્ટ, જુનિયર વિકલ મિત્રો જિનિત મપારા, અમિત પટેલ, ભાર્ગવ પંડ્યા,હેવન પટેલ દ્વારા લાંબા સમયથી પડતર કેસોનો સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો.

જજ એમ.એ.શુક્લાની કોર્ટમાં સિવિલ, ,ક્રિમિનિલ, ખોરાકી, મારમારી મળી કુલ 285 કેસો મુકવામાં આવ્યા હતા જે પૈકી 202 કેસોના બંને પક્ષોના અસીલોને સાંભળી સુખદ નિકાલ લવાયો હતો. જયારે જજ વીએ ઠક્કરની કોર્ટમાં સિવિલ, ,ક્રિમિનિલ, ખોરાકી, મારમારી મળી કુલ 162 કેસો મુકાયા હતા જે પૈકી 65 કેસોનો સુખદ નિકાલ થયો હતો.

આ સાથે જીઇબીના 365 કેસો પૈકી 1 લાખની વસુલાત કરાઈ હતી જયારે વિવિધ બેન્કોના નાણાંકીય વ્યવહારના કુલ 7.52 લાખ વસુલાત કરાઈ હતી. પારડી કોર્ટમાં યોજાયેલી લોકઅદાલતને લઇ અનેક કેસોનો નિકાલ થતા બંને પક્ષના કેટલાક લોકો હસ્તે મોઢે ઘરે ફરતા જતા જોવા મળ્યા હતા. કોરોના કાળના લાંબા સમય પછી લોકઅદાલતનું આયોજન કરાયું હતું. પારડી કોર્ટમાં મોટા ભાગના કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...