કાર્યવાહી:ઉદવાડામાં રેલવે હદના 20 મકાનનું ડિમોલીશન કર્યુ, બે નોટિસ આપ્યા બાદ કાર્યવાહી કરાઇ

પારડી8 મહિનો પહેલા
  • કૉપી લિંક

રેલવે વિભાગ દ્વારા તેમના ઉદવાડા હદ વિસ્તારમાં કરાયેલા દબાણ અંગે છેલ્લા કેટલાય સમયથી કાચા પાક મકાનોના ડિમોલેશન કરી રહી છે.ત્યારે ફરી એક વાર આજ રોજ રેલવે વિભાગના એન્જીનયરીંગ વિભાગના કર્મચારીઓ અને આર.પી.એફના જવાનો જેસીબી લઈ ઉદવાડા ક્વોરી એરિયામાં ડિમોલેશન માટે પહોંચ્યા હતા જ્યાં જઇ 4 પાકા અને 9 કાચા મકાનોના ડિમોલેશન કર્યું હતું.

તો ઉદવાડા ફાટક પાસે પણ છેલ્લા ઘણા લાંબા સમયથી રેલવેની હદમાં પોતાન ઘર પાછળ પતરા ઉતારી પેજારી ઉતારી દબાણ કરવામાં આવ્યું હતું આવા 8 જેટલા મકાનો આગળ તેમજ એક દુકાનનું ડિમોલેશન કર્યું હતું. આ તમામ દબાણ કરતાઓને 2 વાર લેખિતમાં નોટિસ આપી હતી પરંતુ સ્થાનિક લોકોએ વિવિધ તહેવારને અનુલક્ષીને સમય માંગ્યો હતો.જે બાદ પણ દબાણ ન દૂર ન કરાતા કાર્યવાહી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...