તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ડ્રીલ મશીન ચેક કરતાં કરંટથી કારીગરનું મોત

પારડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટુકવાડા અવધ ઓથોપિયાની ઘટના
  • મૃતક સેક્સન બારીનું કામ કરતો હતો

વાપી નજીક ટુકવાડા ગામે આવેલા અવધ ઉથોપીયા રહેણાંક સોસાયટીમાં એલ્યુમિનીયમ સેકસન બારીનું કામ કરતા 27 વર્ષીય કારીગરનું ડ્રીલ મશીન ચેક કરવા જતા લાગેલા વીજ કરંટથી મોત નીપજ્યું હતું.પારડીના ટુકવાડા ગામે આવેલા અવધ ઉથોપીયામાં એલ્યુમિનીયમ સેકસન બારીનું કામ કરતા કારીગરો પૈકી એક કારીગર ધર્મેન્દ્રકુમાર કાંઠે રામ ઉવ 27 હાલ રહે ટુકવાડા યોગેશ્વર પાર્ક મૂળ રહે ઉત્તર પ્રદેશ જે અવધ ઉથોપીયા ની ઓફિસની બાજુમાં આવેલા મીટરના બોર્ડમાં ડ્રીલ મશીન અને ઇલેક્ટ્રીક બોર્ડ કોઈ કારણસર એકલો ચેક કરી રહ્યો હતો. ત્યારે અચાનક વીજ કરંટ લાગતા તે બેભાન થઈ ગયો હતો.

જેને વાપી હરિયા હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા જ્યાં ધર્મેન્દ્રને મૃત જાહેર કરવામાં આવ્યો હતો આ અંગે મેનેજરે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પાડી પોલીસે પી.એમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.અને આ ધર્મેન્દ્ર શું કામ કરવા ગયો હતો તેને કઈ રીતે કરંટ લાગ્યો હતો એ જાણવા માટે એફએસએલ ની મદદ લેવાની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...