તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક લોકોમાં નારાજગી:પારડી પાલિકા વિસ્તારના મચ્છી માર્કેટ માર્ગ પર ગટરના ખુલ્લા ઢાંકણો જોખમી

પારડી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કેટલાય વાહનચાલકો ખૂપી ગયા જ્યારે રાહદારીઓ ગબડી પડ્યા

પારડી મચ્છી માર્કેટથી વાલ્મીકિ વાસ એટલે નાના પોઢા ચિવલ રોડને જોડતા માર્ગ પર સાંજના માર્કેટમાં જવા આવવા માટે લોકો ઉપયોગ કરતા ધમ ધમતો બને છે. આ માર્ગ પર હાલમાં ડામર પાથરી નવો બનાવવામાં આવ્યો છે.પરંતુ આ આ માર્ગને અડીને પસાર થતી ડ્રેનેજ ગટર પર અનેક જગ્યાએ ઢાંકણો ખુલ્લા છે તો કેટલાંક તૂટેલા છે.

આ માર્ગ સાંકડો હોવાથી સામસામે વાહનો આવી જતા રોડ વાહનો નીચે ઉતરવાની ફરજ પડે છે જેમાં ઘમીવાર વાહનો સીધા ગટરમાં જઈ રહેતા અકસ્માતો થઈ રહ્યા છે જેને લઇ કઈ કેટલીક કારના માલિકો અને ટેમ્પાના માલિકોએ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. રોજ આવા અકસ્માતો થઈ રહ્યા છે. અનેકવાર પાલિકા તંત્રને રજૂઆત છતાં કોઇ કાર્યવાહી ન કરાતા સ્થાનિક લોકોમાં નારાજગી છે.

તપાસ કરી યોગ્ય નિરાકરણ લવાશે
આ બાબતે કોઈની ફરિયાદ મળી નથી પરંતુ આરોગ્ય વિભાગથી કોઈ ને મોકલી તપાસ કરાવી નિરાકરણ લાવવામાં આવશે. >હસુભાઈ રાઠોડ,પાલિકા પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો